બદલી/ રાજ્યમાં 47 બિન હથિયારી PIની બદલી, DGPએ આપ્યા આદેશ

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રમાં બદલીના આદેશ આપ્યા છે. ગુજરાતમાં 47 બિન હથિયારી PIની બદલનીના આદેશ આપવામાં આવ્યા છે

Top Stories Gujarat
  • આશીષ ભાટિયાએ કર્યા બદલીના આદેશ
  • રાજ્યમાં 47 બિન હથિયારી PIની બદલી
  • તાત્કાલીક અસરથી કરી બદલી

રાજ્યમાં આગામી ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે એટલે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે ત્યારે રાજ્યામાં બદલીનો દોર ચાલુ થઇ ગયો છે, ઉચ્ચ અધિકારીથી લઇને વર્ગ 4 ના કર્મચારીની બદલી થઇ રહી છે એવામાં રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રમાં બદલીના આદેશ આપ્યા છે. ગુજરાતમાં 47 બિન હથિયારી PIની બદલનીના આદેશ આપવામાં આવ્યા છે. તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ તંત્રમાં બદલીનો સિલસિલો યથાવત રીતે અવિરત રીતે ચાલુ છે, ટૂંક સમયમાં વડોદરામાં એક જ પોલીસ મથકના 40 પોલીસ કર્મીઓની સામુહિક બદલીના આદશે પોલીસ કમિશરે આપ્યા હતા.