Gold import/ ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો

સોનાના ભાવ વિક્રમજનક સપાટી પર હોવા છતાં પણ ગુજરાતમાં એપ્રિલમાં સોનાની આયાતમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 1 ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો

અમદાવાદ: સોનાના ભાવ વિક્રમજનક સપાટી પર હોવા છતાં પણ ગુજરાતમાં એપ્રિલમાં સોનાની આયાતમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના ડેટા અનુસાર, એપ્રિલ 2024માં સોનાની આયાત 3.5 મેટ્રિક ટન (MT) હતી. આ માર્ચમાં 0.74 MT થી 372% નો વધારો હતો. શુક્રવારે અમદાવાદના બજારમાં સોનાનો ભાવ રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ હતો, જે એપ્રિલમાં રૂ. 76,500ની ટોચે પહોંચ્યો હતો.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે, “સોનાના ભાવ એપ્રિલમાં ઉપર તરફ હતા અને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જેમ જેમ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધતો ગયો તેમ, રોકાણકારોએ તીવ્ર વૃદ્ધિની અપેક્ષા રાખી અને ઘણા લોકોએ નાની માત્રામાં સોનું ખરીદ્યું. આના કારણે મુખ્યત્વે આયાતમાં વધારો થયો હતો.”

“વધુમાં, IIBX માં વૉલ્ટિંગ માટે પણ થોડું સોનું લાવવામાં આવ્યું હતું,” એમ આ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું.

સૂત્રોનું કહેવું છે કે સોનાના ભાવ રૂ. 72,000ના સ્તરની આસપાસ જળવાઈ શકે છે, કારણ કે મધ્યસ્થ બેન્કો ફુગાવા સામે હેજ તરીકે તેને ખરીદવાનું ચાલુ રાખે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે IMF અને અન્ય જાહેર સ્ત્રોતોના ડેટાના આધારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બેંકોએ માર્ચમાં 16 MT સોનું ખરીદ્યું હતું.

એપ્રિલ 2023ની સામે સોનાની આયાતમાં 21%નો ઘટાડો થયો છે. ઊંચા ભાવે પરંપરાગત જ્વેલરીની માંગને ફટકો માર્યો હતો., જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મંદ પાડી. કિંમતોમાં થયેલા વધારાને કારણે ઘણા રોકાણકારોએ તેમનો નફો બુક કર્યો હતો. જ્વેલર્સે 10 મેના રોજ અક્ષય તૃતીયાના આગામી મુહૂર્ત પર તેમની આશાઓ બાંધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ