Not Set/ સુરત : જે.બી.ધારુકા કોલજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3 વિદ્યાર્થીની અટકાયત

છેલ્લા 14 દિવસથી વિવિધ માંગણીઓ લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ બાબતે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે રાજ્યભરમાંથી હાર્દિકને પાસ કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ અને અનેક લોકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. જયારે બીજી બાજુ રાજ્યની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ હાર્દિક પટેલના સમર્થન માં ઉતારી આવ્યા છે. ગુરુવારે સુરતની જે.બી.ધારુકા […]

Top Stories Gujarat
Surat college students સુરત : જે.બી.ધારુકા કોલજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3 વિદ્યાર્થીની અટકાયત

છેલ્લા 14 દિવસથી વિવિધ માંગણીઓ લઈને આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ બાબતે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે રાજ્યભરમાંથી હાર્દિકને પાસ કાર્યકર્તાઓ, આગેવાનો, વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસ અને અનેક લોકો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.

જયારે બીજી બાજુ રાજ્યની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ હાર્દિક પટેલના સમર્થન માં ઉતારી આવ્યા છે. ગુરુવારે સુરતની જે.બી.ધારુકા કોલેજ ના વિદ્યાર્થીઓ એ પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર ટોપી પહેરીને એકઠા થયા હતા. તેમજ બેનરો લઈને નારેબાજી કરી હતી. અને હાર્દિક પટેલના સમર્થન માં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરાંત વિદ્યાર્થીઓએ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને જેલમુક્ત કરવાની માંગ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓ જયારે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા, ત્યારે પોલીસ ત્યાં આવી ચડતા વિદ્યાર્થીઓ માં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓ ની અટકાયત પણ કરી હતી.

paassurat e1536304271977 સુરત : જે.બી.ધારુકા કોલજનાં વિદ્યાર્થીઓનું હાર્દિકને સમર્થન, 3 વિદ્યાર્થીની અટકાયત

જણાવી દઈએ કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મોં દિવસ છે. પાસ દ્વારા આપવામાં આવેલા અલ્ટીમેટમની અવધિ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે ગુરુવારે જળત્યાગ કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તો, આજે વહેલી સવારે સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિક પટેલના રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

સરકાર ફક્ત હાર્દિકને સારવાર લેવાની સલાહ કેમ આપી રહી છે? કેમ માંગણીઓ વિશે ચર્ચા કરવામાં આવતી નથી..? જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણીઓ સંતોષાશે નહિ. ત્યાં સુધી ઉપવાસ આંદોલન આન..બાન..શાનથી કરવામાં આવશે..તેવું પાસના કાર્યકર્તાઓનું કહેવુ છે. આ મામલે હવે કોણ માનશે..?કોણ મનાવશે..? તે આગામી સમય જ બતાવશે.