Gujarat Heavyrain/ વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

રાજ્યમાં મેઘમહેર રહી છે તો અમુક જગ્યાએ મેઘકહેર જોવા મળી છે. જ્યારે અમુક સ્થળોએ તો વરસાદ જાણે પડ્યો જ નથી તેવી સ્થિતિ છે. વડોદરાના વાઘોડિયા તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી ઓછો 14 ટકા જ વરસા પડ્યો છે જે સૌથી ઓછો છે. જ્યારે રાજ્યના મોટાભાગના તાલુકામાં સીઝનનો 35 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

Top Stories Gujarat
Gujarat Heavy rain વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

રાજ્યમાં મેઘમહેર રહી છે તો અમુક જગ્યાએ Gujarat Rain મેઘકહેર જોવા મળી છે. જ્યારે અમુક સ્થળોએ તો વરસાદ જાણે પડ્યો જ નથી તેવી સ્થિતિ છે. વડોદરાના વાઘોડિયા તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી ઓછો 14 ટકા જ વરસા પડ્યો છે જે સૌથી ઓછો છે. જ્યારે રાજ્યના મોટાભાગના તાલુકામાં સીઝનનો 35 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

સવારના આઠ વાગ્યા સુધી ગુજરાત રાજ્યના 30 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના માંડવીમાં 2.5 ઈંચ, કરજણમાં 2 ઈંચ સાથે ડભોઈમાં 1.5 ઈંચ, ગણદેવી અને ખેરગામમાં 1.2 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ છોટા ઉદેપુરના સંખેડા અને નસવાડીમાં પણ વરસાદ પડ્યો છે.

24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં વરસાદ Gujarat Rain ખાબક્યો છે. જેમાં નવસારીના ચિખલીમાં 5 ઈંચ વરસાદ સાથે ગણદેવી અને અમરેલીમાં 3.6 ઈંચ વરસાદ તથા ખેરગામ, નવસારી અને ઉમરપાડામાં 3 ઈંચ તેમજ ડોલવણ, કુકરમુંડા અને ઉમરગામમાં 2.4 ઈંચ અને તિલકવાડા અને વલસાડમાં 2 ઈંચ વરસાદ આવ્યો છે. કચ્છમાં આ વર્ષે મેઘરાજાની સર્વાધિક કૃપા વરસી છે. રાજ્યમાં સર્વાધિક સારૂ ચોમાસુ અંજારમાં રહ્યું છે જ્યાં આજ સુધીમાં 191 ટકા વરસાદ એટલે કે સોળ આની નહીં પણ ત્રીસ આની વરસી ગયો છે. ઉપરાંત અબડાસા, ભૂજ, મુંદ્રા, તાલુકામાં પણ 100થી 150 ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાના ભેંસાણ, મેંદરડા અને વિસાવદર તાલુકા, રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને ઉપલેટા તાલુકા તથા જામનગર જિ.ના જામનગર તાલુકા સહિત 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ ભાવનગરના જેસર તાલુકામાં માત્ર 30 ટકા થયો છે. પરંતુ, બીજી તરફ રાજ્યના એવા તાલુકા છે જ્યાં આ ચોમાસુ ઘણુ નબળુ રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 17 ઈંચ વરસાદ
ગુજરાતમાં સરેરાશ 17 ઈંચ (418 મિ.મિ.) વરસાદ Gujarat Rain થયો છે અને આટલો જ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતનો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશ 19 ઈંચ અને આશ્ચર્યજનક રીતે કચ્છમાં સરેરાશ 21 ઈંચ વરસાદ આજ સુધીમાં વરસ્યો છે. પરંતુ, અનેક જિલ્લામાં 12 ઈંચથી ઓછો વરસાદ છે જેમાં અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ વગેરે જિલ્લા સમાવિષ્ટ છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ ગણદેવીમાં પોણા ચાર ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણમાં પોણા ત્રણ ઈંચ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ બે ઈંચ, નવસારીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
નસવાડી, લીમખેડા, ગરૂડેશ્વર, વલસાડમાં બે-બે ઈંચ વરસાદ Gujarat Rain પડ્યો છે. જોકે રાજ્યમાં દિવસ દરમિયાન 21 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આઠ તાલુકાઓમાં બે કે તેથી વધુ ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ નવસારી જિલ્લાના ચીખલીમાં નોંધાયો છે. ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ અને ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં પણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

 

આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ દિલ્હીમાં ‘વોટર સ્ટ્રાઇક’, યમુના 208.46 મીટરના નિશાન પર, NDRF એલર્ટ પર

આ પણ વાંચોઃ Tomato-Centre/ ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે

આ પણ વાંચોઃ Ashwin Five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચોઃ Elon Musk/ ટેસ્લા કંપનીના CEO એલોન મસ્કે નવી કંપની XAI લોન્ચ કરી,ChatGPTનો બનશે વિકલ્પ!

આ પણ વાંચોઃ Quran Burning In Sweden/ UNHRCમાં કુરાન સળગાવવાના વિરોધમાં પ્રસ્તાવને મંજૂરી,ભારતે આ મામલે શું કહ્યું…