Not Set/ ટાઇગર અભી ઝીંદા હે,ગુજરાતમાં 27 વર્ષ પછી વાઘ જોવા મળ્યો

લુણાવાડા, ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો છે.ગુજરાતના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે વાઘ જોવા મળ્યો છે.આ વાઘ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક શિક્ષકે તેના મોબાઈલમાં વાઘની તસવીર લીધી હતી.આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. વાધે દેખા દેખાતા વન વિભાગ એલર્ટ થઇ ગયું હતું.વન વિભાગે જે વિસ્તારમાંથી વાઘ પસાર થયો […]

Top Stories Gujarat Others
uq ટાઇગર અભી ઝીંદા હે,ગુજરાતમાં 27 વર્ષ પછી વાઘ જોવા મળ્યો

લુણાવાડા,

ગુજરાતમાં 27 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો છે.ગુજરાતના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે વાઘ જોવા મળ્યો છે.આ વાઘ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક શિક્ષકે તેના મોબાઈલમાં વાઘની તસવીર લીધી હતી.આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

વાધે દેખા દેખાતા વન વિભાગ એલર્ટ થઇ ગયું હતું.વન વિભાગે જે વિસ્તારમાંથી વાઘ પસાર થયો તે જગ્યા પર આવી નિરીક્ષણ કર્યું અને પુષ્ટી આપી છે કે આ વિસ્તારમાં વાઘ આવ્યો છે. વાઘ ક્યાંથી આવ્યો તે બાજુ પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે.

 ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાતમાં વાઘ જોવાની વાતો કરવામાં આવતી હતી. એક બે જગ્યા પર વાઘના પગના નિશાન જોવા મળ્યા હતા. પરંતુ ઘણી તપાસ બાદ પણ વાઘ જોવા મળ્યો ન હતો. જેથી વાતને ઉડાવી દેવામાં આવી હતી. પરંતુ આ વખતે તો વાઘની તસવીર પણ કેદ કરવામાં આવી છે. જેથી ફરી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિસ્તારના આરએફઓ રોહિત પટેલે જણાવ્યું કે, શિક્ષકે વાઘની જે તસવીર પાડી છે તે સાચી સાબિત થઈ છે. વન વિભાગને આ વિસ્તારમાંથી વાઘના વાળ અને તેના પગના નિશાન પણ જોવા મળ્યા છે. જે એફએસએલ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે વધુ તપાસ કરવા માટે વન વિભાગ નાઈટ વિઝન કેમેરા પણ લગાવાશે. વન વિભાગની ટીમ હાલ જંગલમાં તપાસ કરી વધુ પુરાવા ભેગી કરી રહી છે.

 વન વિભાગે જે વિસ્તારમાંથી વાઘ પસાર થયો તે જગ્યા પર આવી નિરીક્ષણ કર્યું અને પુષ્ટી આપી છે કે આ વિસ્તારમાં વાઘ આવ્યો છે. વાઘ ક્યાંથી આવ્યો તે બાજુ પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે.

વન વિભાગે લુણાવાડા અને તેની આજુબાજુના 45 ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.વન વિભાગ દ્વારા 5 અલગ અલગ ટીમ બનાવી જંગલમાં વૃક્ષો પર માંચડા બનાવી તેના પર ઓબ્સેર્વેશન માટે ટિમો બેસાડી છે.

વન વિભાગ દ્વારા 45થી વધુ પોઇન્ટમાં 400થી વધારે કર્મચારી દ્વારા વાઘની તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા નક્કી કરેલ જગ્યા પર નાઈટ વિઝન કેમેરા મૂકી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.