OMG!/ અવકાશમાંથી અદ્દભૂત દેખાય છે હિમાલય, NASA એ મોકલી સુંદર તસવીર

અવકાશમાંથી કે આંતરીક્ષમાંથી હિમાલય સરળતા સાથે શું દેખાશે? કદાચ આ પ્રશ્ન દરેકના મગજમાં હશે. પરંતુ હવે નાસાએ આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. હિમાલયની સુંદરતાની જેમ, તે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ હવે તેની ભવ્યતા આકાશમાંથી પણ જોવા મળે છે, તેની ચર્ચા બધે જ છે.

Top Stories Trending
nasa અવકાશમાંથી અદ્દભૂત દેખાય છે હિમાલય, NASA એ મોકલી સુંદર તસવીર

અવકાશમાંથી કે આંતરીક્ષમાંથી હિમાલય સરળતા સાથે શું દેખાશે? કદાચ આ પ્રશ્ન દરેકના મગજમાં હશે. પરંતુ હવે નાસાએ આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. હિમાલયની સુંદરતાની જેમ, તે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ હવે તેની ભવ્યતા આકાશમાંથી પણ જોવા મળે છે, તેની ચર્ચા બધે જ છે.

યુએસ સ્પેસ એજન્સી નાસાએ હિમાલયના શિખરોની એક આશ્ચર્યજનક ઝલક શેર કરી છે. તસ્વીરોમાં હિમાલયના પર્વતો બરફથી ઢંકાયેલા સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. નાસાએ હિમાલયની આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી પણ રાત્રિના સમયે ઝળહળી રહી હોય તેવુ સ્પષ્ટ દેખાય છે.

અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ) માં સવાર ક્રૂના સભ્યએ આ તસવીર કેમેરામાં કેદ કરી હતી. નાસાએ આ તસવીર સાથે લાંબા કેપ્શનમાં લખ્યું છે – વિશ્વની સૌથી ઉંચી પર્વતમાળા હિન્દ અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવનાં કારણે 50 કરોડ મિલિયન વર્ષથી પૂર્વે રચાઇ હતી. પર્વતમાળાની દક્ષિણમાં ભારત અને પાકિસ્તાનના કૃષિ પ્રદેશો આવેલા છે.

Instagram will load in the frontend.

કેપ્શનમાં આગળ જણાવે છે કે,” ‘તેના ઉત્તર તરફ તિબેટનો પ્લેટ વિસ્તાર છે, જેને’ વિશ્વની છત ‘અથવા’ વિશ્વની છત્રી ‘કહેવામાં આવે છે. તસવીરમાં ભારતની રાજધાની દિલ્હી અને પાકિસ્તાનનું લાહોર પણ નજરે પડે છે. વાતાવરણમાં રહેલા કણોને કારણે ઉત્પન્ન થયેલ નારંગી રંગ પણ તેમના પર સૌર કિરણોત્સર્ગને ફટકારતા જોઇ શકાય છે.”

આ તસવીર એટલી સુંદર લાગી રહી છે કે, તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બે દિવસ પહેલા બનાવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં 1240920 થી વધુ ‘લાઇક’ અને ડઝનેક ટિપ્પણીઓ મળી ચૂકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…