IPL 2022/ ગુજરાત ટાઈટન્સે IPL ટાઈટલ જીત્યું, ફાઈનલમાં RRને 7 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનના 131 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો અને 18.1 ઓવરમાં જીત મેળવી લીધી

Top Stories Gujarat Sports
6 27 ગુજરાત ટાઈટન્સે IPL ટાઈટલ જીત્યું, ફાઈનલમાં RRને 7 વિકેટે હરાવ્યું

IPL 2022ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે બાજી મારી લીધી છે. ગુજરાત ટાઈટન્સ પહેલી વાર જ IPLમાં ટીમ સીલેક્ટ થઈ છે અને તેણે બાજી મારી લીધી છે.ગુજરાત ટાઇટન્સે IPL 2022નું ટાઇટલ જીત્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટે શાનદાર જીત મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનના 131 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો અને 18.1 ઓવરમાં જીત મેળવી લીધી.

IPL 2022ની ફાઇનલ મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાનની બેટિંગની કમર તોડી નાખી હતી. જોસ બટલર, સંજુ સેમસન અને શિમરોન હેટમાયરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ગુજરાતના કેપ્ટને આ દરમિયાન 17 રન આપી 3 વિકેટ લીધી હતી .રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી હતી.

યુઝવેન્દ્ર ચહલે હાર્દિકની વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તે IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​બની ગયો છે. તેણે ઈમરાન તાહિરનો રેકોર્ડ તોડ્યો છે. ચહલે આ સિઝનમાં 27 જ્યારે તાહિરે 26 વિકેટ ઝડપી છે. આ વિકેટ સાથે ચહલ સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે અને જાંબલી કેપ તેની પાસે ગઈ છે.