Not Set/ જે Express-way પર ઉતરતા હતા ફાઈટર પ્લેન, ત્યાં 50 ફૂટ ઊંડા ખાડામાં પડી કાર

આગરા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા આગરા–લખનૌ Express-way નો એક ભાગ ધસી પડ્યો હતો. એક્સપ્રેસ-વેમાં તિરાડ પડી ગયા પછી સર્વિસ રોડનો એક ભાગ ધસી પડ્યો હતો. જેની અંદર એક કાર પણ જઈ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ એક્સપ્રેસ-વે છે જેનું ઉદઘાટન ફાઈટર પ્લેન ઉતારીને કરવામાં […]

Top Stories India Trending
Car fall in Pot Hole at Agra Lucknow Express - way

આગરા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા આગરાલખનૌ Express-way નો એક ભાગ ધસી પડ્યો હતો. એક્સપ્રેસ-વેમાં તિરાડ પડી ગયા પછી સર્વિસ રોડનો એક ભાગ ધસી પડ્યો હતો. જેની અંદર એક કાર પણ જઈ પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ એક્સપ્રેસ-વે છે જેનું ઉદઘાટન ફાઈટર પ્લેન ઉતારીને કરવામાં આવ્યું હતું. અખિલેશ યાદવે આ એક્સપ્રેસ-વેને પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી.

કહેવાય રહ્યું છે કે, આ એક્સપ્રેસ વેના માર્ગમાં આશરે 50 ફૂટનો ખાડો પડી ગયો છે. ડ્રાઈવર આ સમયે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેને ત્યાં આગળ એક તિરાડ જોઈ હતી, પરંતુ તે કઈ સમજે તે પહેલાં દુર્ઘટના બની ગઈ હતી.

આ મામલાને ધ્યાનમાં લઈને યોગી સરકારે તપાસના આદેશ આપી દીધા છે. આ ઘટનાના પગલે આગામી 15 દિવસમાં રિપોર્ટ આપવો પડશે. વરસાદના લીધે આ રોડ 15 ફૂટ સુધી તૂટી ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કન્નોજ નિવાસી રચિત પોતાના પરિવારજનોની સાથે ગાડી ખરીદીને પરત આવી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ગુગલ મેપના કારણે આ રસ્તા પર પહોંચ્યો હતો. પરંતુ જયારે વચમાં સર્વિસ રોડની તરફ આવ્યા હતા. પરંતુ તેમણે સર્વિસ રોડ પર તિરાડ જોઈ, પણ જ્યાં સુધીમાં તે બ્રેક મારે ત્યાં સુધીમાં કાર ખાડામાં જતી રહી હતી.

સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર વરસાદના કારણે અહિયાં ઠેર ઠેર રોડ પર ખાડાઓ પડી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક્સપ્રેસ-વેનું નિર્માણ રેકોર્ડ સમયમાં કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન સમયે આ એક્સપ્રેસ-વે પર વાયુસેનાના ફાઈટર પ્લેનને લેન્ડ કરવામાં આવ્યા હતા.

હજુ ગત વર્ષે જ ઓક્ટોબર માસમાં પણ કેટલાય ફાઈટર પ્લેનોએ આ એક્સપ્રેસ-વે પર પોતાનો જલવો દેખાડ્યો હતો.