Not Set/ જૈનમુનિ તરુણસાગર દ્વારા અપાયેલા આ નિવેદન, કે જે રહ્યા વિવાદોમાં કેન્દ્રમાં, વાંચો

નવી દિલ્હી, દેશના સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ચુકેલા જૈનમુનિ તરુણસાગર મહારાજનું ૫૧ વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. તેઓને કમળાની બીમારી હતી અને ત્યારબાદ તેઓને દિલ્હી સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શાહદરાના કૃષ્ણાનગરમાં શનિવાર સવારે ૩.૧૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. જૈનમુનિ તરુણસાગર એક સંત હોવાની સાથે સાથે તેઓ દેશ […]

India Trending
tarun sagar ji maharaj જૈનમુનિ તરુણસાગર દ્વારા અપાયેલા આ નિવેદન, કે જે રહ્યા વિવાદોમાં કેન્દ્રમાં, વાંચો

નવી દિલ્હી,

દેશના સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ચુકેલા જૈનમુનિ તરુણસાગર મહારાજનું ૫૧ વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. તેઓને કમળાની બીમારી હતી અને ત્યારબાદ તેઓને દિલ્હી સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શાહદરાના કૃષ્ણાનગરમાં શનિવાર સવારે ૩.૧૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

જૈનમુનિ તરુણસાગર એક સંત હોવાની સાથે સાથે તેઓ દેશ અને દુનિયાના મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. આ ઉપરાંત દેશના રાજકારણમાં પણ તેઓ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હતા.

જો કે ઘણી વાર જૈનમુનિ તરુણસાગર મહારાજ દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે વિવાદ પણ ઉભો થઇ ચુક્યો છે.

આતંકવાદ :

આતંકવાદના મુદ્દા પર જૈનમુનિ તરુણસાગર દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે વિવાદ સામે આવ્યો હતો. આ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, જેટલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં નથી, એનાથી વધુ તો ગદ્દાર આપના દેશમાં છે. આ ગદ્દારોને શોધીને તેઓ વિરુધ કાર્યવાહી કરવી જોઈએ, જેથી આંતરિક આતંકવાદ સમાપ્ત થઇ જાય.

મુસલમાન :

તેઓએ દેશમાં વસેલા મુસલમાન લોકો અંગે કહ્યું હતુ કે, દેશમાં કેટલાક મુસલમાન લોકો એવા છે જેઓનું હિન્દુસ્તાનમાં મન લાગતું નથી, જેથી તેઓને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.

સાથે સાથે તેઓએ ઉમેર્યું હતું કે, જે હિંદુ લોકોનું પાકિસ્તાનમાં મન લાગતું નથી તો તેઓને હિન્દુસ્તાન પાછા બોલાવી દેવા જોઈએ.

ટ્રિપલ તલાક :

ગત ૧૦ ઓગષ્ટના રોજ જૈનમુનિ તરુણસાગરે દેશમાં ચર્ચાઈ રહેલા ટ્રિપલ તલાકના મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જે લોકો મુસ્લિમ મહિલાઓના કલ્યાણનો દાવો કરે છે, તે માત્ર દેખાવા પુરતું છે. ઈ નેતાઓ તેમજ રાજકીય દળોને આ મહિલાઓના હકથી કોઈ લેવા-દેવા નથી, માત્ર તેઓ પોતાની રાજનીતિ કરી રહ્યા છે.

દેશનો દરેક ત્રીજો વ્યક્તિ છે ભ્રષ્ટાચારી :

જૈનમુનિ તરુણસાગરે એક TV ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, દેશમાં દરેક ત્રીજો વ્યક્તિ ભ્રષ્ટાચારી છે, જયારે દેશમાં માત્ર ૧૦ ટકા લોકો જ પૂરી રીતે ઈમાનદાર છે.

મોટી-મોટી ચોરીઓ કરનારા બેઠા છે લોકસભા – વિધાનસભામાં

દેશની રાજકીય પાર્ટીઓના નેતાઓ અંગે ટિપ્પણી કરતા તેઓએ જણાવ્યું, “નાની-નાની ચોરીઓ કરનારા લોકોને જેલોમાં બંધ કરવામાં આવે છે, મોટી-મોટી ચોરીઓ કરનારા બેઠા છે લોકસભા અને વિધાનસભામાં બેઠા છે.

જો એકવાર લોકસભા – વિધાનસભામાં બેઠેલા લોકો સુધરી જાય તો, દેશની ૧ અબજ ૩૪ કરોડ ૯૭ લાખ લોકો પણ સુધરી જશે.

મુસ્લિમ વસ્તી દેશ માટે છે ખતરો 

દેશમાં વસ્તી મુસલમાન લોકોની વસ્તી અંગે તરુણસાગરે આપેલા નિવેદન બાદ વિવાદ સામે આવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, દેશમાં મુસ્લિમોની વધતી વસ્તી દેશ માટે ખતરો છે. સાથે સાથે એ મુસ્લિમો પણ દેશ માટે ખતરો છે, જે કહે છે કે ભારત તારા ટુકડા થશે અને ભારતની હાર પણ ખુશી મનાવે છે.

દેશના ઢોંગી બાબાઓ : 

તરુણસાગર સ્વામીએ દશેરાના પર્વ પર રાવણની જગ્યાએ દુષ્કર્મ કરનારા બાબાઓના પુતળા સળગાવવા માટેની વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, દશેરા ત્યારે જ સાર્થક થશે ત્યારે અમે બધા એકસાથે મળીને આ ઢોંગી બાબાઓ વિરુધ ઉભા થઈશું.

આરક્ષણ :

જૈનમુનિ તરુણસાગર આરક્ષણની વિરુધ હતા. તેઓએ કહ્યું હતું કે, આ દેશના હિતમાં નથી. અને યોગ્યતાના આધાર પર જ આરક્ષણ મળવું જોઈએ, ત્યારે જ દેશનું ભલું થશે. તેઓએ કહ્યું હતું કે, દેશભરમાં આરક્ષણને લઈ આંદોલન ચાલી રહ્યું છે, આ એક સારી પરંપરા છે.