Not Set/ એનઆરસી મુદ્દે બાંગ્લાદેશે કહ્યું : આસામમાં અમારા ઘુષણખોર નથી, ભારત સુલઝાવે પોતાનો મામલો

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (NRC) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા બાદ દેશમાં રાજનીતિ તેજ થઇ ગઈ છે. જે 40 લાખ લોકોનું નામ નથી, એમાંના મોટાભાગના લોકો બાંગ્લાદેશી દર્શાવાઈ રહ્યા છે. સરકારે આ મામલે સખ્ત રૂપ અપનાવ્યું છે. અને કહ્યું છે કે ફક્ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો હક છે. કોઈ ગેરકાનૂની રીતે અહીં ના […]

Top Stories India
DE24NRC એનઆરસી મુદ્દે બાંગ્લાદેશે કહ્યું : આસામમાં અમારા ઘુષણખોર નથી, ભારત સુલઝાવે પોતાનો મામલો

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (NRC) નો બીજો ડ્રાફ્ટ જાહેર થયા બાદ દેશમાં રાજનીતિ તેજ થઇ ગઈ છે. જે 40 લાખ લોકોનું નામ નથી, એમાંના મોટાભાગના લોકો બાંગ્લાદેશી દર્શાવાઈ રહ્યા છે. સરકારે આ મામલે સખ્ત રૂપ અપનાવ્યું છે. અને કહ્યું છે કે ફક્ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો હક છે. કોઈ ગેરકાનૂની રીતે અહીં ના રહી શકે.

દેશમાં ચાલી રહેલી રાજનીતિ વચ્ચે પહેલી વાર બાંગ્લાદેશ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશના સૂચના પ્રસારણ મંત્રી હસન ઉલ હક ઇનુ નું કહેવાનું છે કે આ ભારતનો આંતરિક મામલો છે. એમાં અમારે કોઈ લેવા દેવા નથી. એમણે કહ્યું કે આસામમાં કોઈ પણ બાંગ્લાદેશી ઘુષણખોર નથી, જે લોકો રહે છે તેઓ ઘણા લાંબા સમયથી રહે છે.

nrc assam 1532878228 e1533112545630 એનઆરસી મુદ્દે બાંગ્લાદેશે કહ્યું : આસામમાં અમારા ઘુષણખોર નથી, ભારત સુલઝાવે પોતાનો મામલો

એમણે કહ્યું કે આ મામલો ભારત સરકારનો છે. તેઓ જ આને સુલઝાવશે. એમણે કહ્યું કે ગેરકાનૂની રીતે રહેતા શરણાર્થીઓનો વિરોધ કરીએ છીએ. જે રોહીંગ્યા અમારા દેશમાં ગેરકાનૂની રીતે રહે છે એમને પણ પાછા મોકલીશું.

મહત્વનું છે કે આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરનો બીજો ડ્રાફ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ આ મુદ્દા પર રાજનીતિ તેજ થઇ ગઈ છે. મંગળવારે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા થઇ હતી અને ખુબ ધમાલ પણ થઇ હતી.

inu e1533112593778 એનઆરસી મુદ્દે બાંગ્લાદેશે કહ્યું : આસામમાં અમારા ઘુષણખોર નથી, ભારત સુલઝાવે પોતાનો મામલો

આસામ નાગરિક રજીસ્ટર મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડ્રાફ્ટના આધાર પર કોઈની વિરુદ્ધ કાર્યવાહી ના કરી શકાય. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સારું થશે કે આપ જ નિર્દેશ આપો કે જેમનું નામ યાદીમાં નથી એમના વિરુદ્ધ હાલ કોઈ કાર્યવાહી નહિ થાય.

આના પર અદાલતે સાફ કહ્યું કે અમે હાલમાં કોઈ નિર્દેશ નહિ આપીએ. આપ વિગતવાર ક્લેમ અને રિજેક્શનને લઈને જરૂરી પ્રક્રિયા તૈયાર કરો. એને અમે મંજૂરી આપીશું.