જામનગર/ પીરોટન ટાપુ 5 વર્ષ બાદ ફરી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે

જામનગરમાં કુદરતી સૌન્દર્યથી ભાર્પુરેવા પીરોટન ટાપુ ઉપર છેલ્લા પાંચ વર્ષ થી મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.  જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે

Top Stories Gujarat Others
gbv 5 પીરોટન ટાપુ 5 વર્ષ બાદ ફરી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે
  • આગામી તા.6 ફેબ્રુ.થી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે પીરોટન ટાપુ
  • પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ શરતોને આધીન ટાપુની મુલાકાત માટે મંજૂરી
  • ડિસે.2017થી પીરોટન ટાપુ પર અવર જવર માટે મૂક્યું હતું પ્રતિબંધ

જામનગરમાં કુદરતી સૌન્દર્યથી ભાર્પુરેવા પીરોટન ટાપુ ઉપર છેલ્લા પાંચ વર્ષ થી મુલાકાતીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.  જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. હવે મુલાકાતી ઓ આગામી ૬ ડિસેમ્બરથી આ ટાપુની મુલાકાત લઇ શકશે.  જો કે અઠવાડિયામાં ત્રણ જ દિવસ શરતોને આધીન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.

નોધનીય છે કે, ડિસેમ્બર 2017થી પીરોટન ટાપુ પર મુલાકાતીઓની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જે વન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી 6 ફેબ્રુઆરીથી વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને ખુલ્લો મુકવામાં આવશે.

મુલાકાતીઓ દરિયાઈ સૃષ્ટિ નિહાળવા ત્રણ ચાર દિવસ પહેલા જામનગરના વન સંકુલમાં અરજી કરવાની રહેશે. પ્રવાસની તારીખનાં 1 દિવસ પહેલા વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જેમાં 10થી વધુ અને એક દિવસમાં સૌથી 100 વધુ લોકોને મંજૂરી અપાશે નહીં. તથા મુલાકાતનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.

મુલાકાતીઓ માટેની ગાઈડલાઈન્સ

નાના બાળકો,  વૃદ્ધો, તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત ટાળવી,
દરિયાઈ અભ્યારણ વિસ્તારમાં સાથે રહેલા વનવિભાગના સ્ટાફ, ગાઈડ, અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ જઈ શકાશે નહી, કોઈપણ સંજોગોમાં રાત્રી રોકણની પરવાનગી અપાશે નહી.
હથિયાર, વિસ્ફોટક કે ઝેરી પદાર્થ, સાબુ શેમ્પુ કે અન્ય કોઈપણ બીજી કેમિકલનો ઉપયોગ, ધુમ્રપાન કેફી દ્રવ્યો પર પ્રતિબંધ
કોઇ પણ પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેડિયો સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકર લઈ જઈ શકાશે નહીં
પરમીટ ઇસ્યુ થયા બાદ કોઈપણ કારણોસર પ્રવાસ રદ્દ થાય તો તેની રકમ પરત મળવાપાત્ર થશે નહીં.
જે વ્યક્તિના નામે પરમીટ ઇસ્યુ કરવામાં આવ્યું હશે તેના નામ સિવાય કે તેના બદલે કોઈ વ્યક્તિ દરિયાઈ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહીં
મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહીં
કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહીં, વન્યજીવન નિહાળવા ખડકો ઉચકાવી શકાશે નહીં.
ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોને સલામતી અને સુરક્ષાને લઇને તેનાથી યોગ્ય અંતરજાળ આવવાનું રહેશે ઉપરાંત ત્યાંથી કોઈપણ પ્રકારના શંખલા છીપલા અન્ય વસ્તુઓ સાથે લાવી શકાશે નહીં.

9 ટાપુ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે 8 ટાપુ માનવ વસાહત નથી. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોય અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકો અવરજવર કરે છે. આ ટાપુ પર ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન પાસે તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

તેમજ આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી સહિતની ગેરકાયદેસર અને અસમાજીક પ્રવૃતિ કરતા શખસો સહેલાઇ આશ્રય મેળવે અને હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિ રોકવા 9 ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર આ તમામ 9 ટાપુ પર નાયબ પોલીસ અધિક્ષકની લેખિત પૂર્વમંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.