બોટાદ/ લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીની આગેવાનીમાં મળશે ઉચ્ચસ્તરીય બેઠક, ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 27 લોકોના મોત

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે.

Top Stories Gujarat
6 40 લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રીની આગેવાનીમાં મળશે ઉચ્ચસ્તરીય બેઠક, ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 27 લોકોના મોત

અમદાવાદ જીલ્લામાં કથિત લઠ્ઠા કાંડનો મામલો
ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે
ગૃહ મંત્રીની આગેવાનીમાં મળશે બેઠક
બેઠકમાં ગૃહવિભાગના અગ્ર સચિવ રહેશે બેઠકમાં હાજર
રાજ્ય પોલીસવડા, SITના અઘિકારીઓ પણ રહેશે હાજર
બેઠકમાં લેવાય શકે છે મહત્વના નિર્ણય
હર્ષ સંઘવી ગાંધીનગર આવ્યા બાદ યોજાશે બેઠક

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 26 લોકોનાં મોત થયા છે અને અન્યની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર  આ લઠ્ઠાકાંડમાં મિથેનોલ વપરાયું હોવાનું જાણવા મળ્યું છે.આ લઠ્ઠાકાંડ મામલે ઉચ્ચસતતરીય બેઠક ટૂંક સમયમાં યોજવાની છે. આ બેઠક રાજ્યના ગૃહમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળશે અને આ ઘટનાની સમીક્ષા કરવામાં આવશે,આ બેઠકમાં રાજ્યના ડીજીપા સહિત એસઆઇટીના અધિકારીઓ પણ સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે બોટાદમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 26 લોકોના મોત નિપજ્યા છે, અને મૃત્યુઆંક વધી રહ્યો છે. ગૃહમંત્રી આ ઘટના મામલે અસરકારક અને મહત્વના નિર્ણય પણ લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  અનુસાર પોલીસ અધિરકારીઓ પર એકશન લેવામાં આવી શકે છે