Not Set/ મહેમદાવાદના જીંજર ગામે ધોરણ 10 અને 12માં ઉતર્ણી થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

જીંજર ગામે  10અને 12માં ધોરણમાં ઉતર્ણી થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો,આ વર્ષે બોર્ડમાં ઉતર્ણી થયેલા 22 વિધાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું

Gujarat
9 5 મહેમદાવાદના જીંજર ગામે ધોરણ 10 અને 12માં ઉતર્ણી થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે ધોરણ 10 અને 12માં  ઉતર્ણી થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો,આ વર્ષે બોર્ડમાં ઉતર્ણી થયેલા 22 વિધાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જીંજર ગામના મહિલા  સરપંચ નોરીન સોહિલભાઇ મલેક દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.

બોર્ડમાં પાસ થનાર તમામ સમુદાયના વિધાર્થીઓને ભેટ આપવામાં આવી હતી અને તમામને ભાવિ ઉજવળ થાય તેવી શુંભેચ્છા ઉપસ્થિત મહેમાનો દ્રારા પાઠવવામાં આવી હતી.જીંજર ગામના મહિલા સરપંચ નોરીન મલેકે વિધાર્થીઓને કહ્યું  શૈક્ષણિક કારર્કિદી બનાવી માતા-પિતા અને સમાજનું નામ રોશન કરજો.

9 6 મહેમદાવાદના જીંજર ગામે ધોરણ 10 અને 12માં ઉતર્ણી થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

પોલીસ તરીકે ફરજ બજાવતા હારિસ મલેકે પણ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કારર્કિદી માટે જરૂરી માહિતી આપી હતી અને ડોકટર યાસીન વોરો અને આયશા શેખે પણ વિધાર્થીઓને કેવી રીતે જીવનમાં આગળ વધવું તેની માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલા તમામ મહાનુભાવો પોલીસ ,ડોકટર , બેંક મેનેજરે શિક્ષણ ક્ષેત્રે કારર્કિદી માટે સલાહ અને સૂચનો આપ્યા હતા. આ સન્માન સમારોહમાં ડો યાસીન વોરા તથા ડો આયશા શેખ દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યું આ પ્રસંગે જાવેદ ખોખર(બાબર), અબ્દુલરજ્જાક,વસીમ મલેક તથા ગામના વડીલો તથા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા