કેરળ/ ભગવાન કૃષ્ણ સાથે છે ખાસ જોડાણ આ મહિન્દ્રા થારનું , દુબઈના વ્યક્તિએ તેને 43 લાખ રૂપિયામાં ખરીદી 

એક લાલ રંગની મહિન્દ્રા થાર લિમિટેડ એડિશનનું ભગવાન કૃષ્ણ સાથે વિશેષ જોડાણ હતું. જેના કારણે સોમવારે યોજાયેલી હરાજીમાં આ થાર 43 લાખ રૂપિયામાં વેચાઈ હતી.

India Trending
મહિન્દ્રા થાર

એક લાલ રંગની મહિન્દ્રા થાર લિમિટેડ એડિશનનું ભગવાન કૃષ્ણ સાથે વિશેષ જોડાણ હતું. જેના કારણે સોમવારે યોજાયેલી હરાજીમાં આ થાર 43 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ બોલી દુબઈના એક વ્યક્તિએ લગાવી હતી, જે મૂળ કેરળના મલ્લપુરમનો છે. આ અનોખો કિસ્સો કેરળના ત્રિશૂર જિલ્લાનો છે.

આપને જણાવી દઈએ કે કેરળના ત્રિશૂર જિલ્લાના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરની લાલ રંગની લિમિટેડ એડિશન મહિન્દ્રા થાર જીપની હરાજી કરવામાં આવી હતી, જેને દુબઈ સ્થિત બિઝનેસમેન વિગ્નેશ વિજય કુમારે 43 લાખ રૂપિયાની બોલી લગાવીને ખરીદી હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી આ હરાજી ત્યારે વિવાદમાં આવી હતી.

આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ આ જીપની હરાજી કરવામાં આવી હતી, જે વિવાદમાં આવી હતી. ત્યારબાદ આ જીપને NRI અમલ મોહમ્મદે હરાજીમાં માત્ર 15 લાખ 10 હજાર રૂપિયામાં બોલીમાં ખરીદી હતી. ત્યારે આ જીપ માટે બોલી લગાવનાર તે જ વ્યક્તિ હતો. જોકે, વિવાદ સર્જાતા હરાજી રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજ્યમાં તલાટીની 3400 જગ્યાઓ માટે અધધ 17 લાખ અરજીઓ!

આ પણ વાંચો:વીડિયો ગેમ રમી રહ્યા હતા પિતા, ત્યારે 2 વર્ષના પુત્રએ ગોળી મારીને સુવડાવી દીધા મોતની ઊંઘ

આ પણ વાંચો: મેકડોનાલ્ડના કોલ્ડ ડ્રિંકમાં ગરોળી મળી આવતાં કાર્યવાહી, AMCએ આઉટલેટ પર ફટકાર્યો 1 લાખનો દંડ