Not Set/ કોરોનાથી લડવા વધુ એક હથિયાર ભારતને મળ્યું, DRDO ની એન્ટી કોવિડ દવા 2-DG લોન્ચ

કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતનાં સમાચાર છે. ડીઆરડીઓની એન્ટી કોવિડ દવા 2-ડીજી આજથી દર્દીઓને મળવાનું શરૂ કરાશે. લાંબી રાહ જોયા બાદ આખરે ડીઆરડીઓએ તેની એન્ટી કોવિડ-19 દવા 2-ડીજી લોન્ચ કરી દીધી છે. આ દવા રિલીઝ થતાં, કોરોના રોગચાળા સામે લડવાનું બીજું એક હથિયાર હવે ડોકટરોનાં હાથમાં આવ્યું છે. રાજકારણ / બંગાળમાં એકવાર ફરી રાજનીતિમાં ગરમાવો, મમતા સરકારનાં […]

Top Stories India
petrol 38 કોરોનાથી લડવા વધુ એક હથિયાર ભારતને મળ્યું, DRDO ની એન્ટી કોવિડ દવા 2-DG લોન્ચ

કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતનાં સમાચાર છે. ડીઆરડીઓની એન્ટી કોવિડ દવા 2-ડીજી આજથી દર્દીઓને મળવાનું શરૂ કરાશે. લાંબી રાહ જોયા બાદ આખરે ડીઆરડીઓએ તેની એન્ટી કોવિડ-19 દવા 2-ડીજી લોન્ચ કરી દીધી છે. આ દવા રિલીઝ થતાં, કોરોના રોગચાળા સામે લડવાનું બીજું એક હથિયાર હવે ડોકટરોનાં હાથમાં આવ્યું છે.

રાજકારણ / બંગાળમાં એકવાર ફરી રાજનીતિમાં ગરમાવો, મમતા સરકારનાં 4 નેતાઓની કરવામા આવી ધરપકડ

આજે ડીઆરડીઓ દ્વારા ઘડવામાં આવેલી એન્ટિ કોવિડ-19 દવાની પહેલી બેચ લોન્ચ કરવામાં આવી છે. આ દવા કોરોના સામેની લડતમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ દવાને ભારતનાં ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) દ્વારા 8 મે નાં રોજ emergency ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. ડીઆરડીઓની લેબ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ ફ્લાઇડ સાયન્સિસ દ્વારા એન્ટિ કોવિડ દવા 2-ડીઓક્સી-ડી-ગ્લૂકોઝનાં હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. પાણીમાં ઓગળતી પીવાની દવા એક કોથળિયામાં પાવડરનાં રૂપમાં મળશે. તે પાણીમાં ભેળવીને કોરોના દર્દીઓને આપી શકાય છે. ડીઆરડીઓનો દાવો છે કે ગ્લૂકોઝ પર આધારીત આ 2-ડીજી દવાનું સેવન કરીને કોરોના દર્દીઓએ ઓક્સિજન પર વધારે આધાર રાખવો પડશે નહીં. ઉપરાંત, તેઓ ઝડપથી રિકવર પણ થઈ શકશે.

સંકટમાં ગુજરાત / ગુજરાતમાં હાઇ એલર્ટ, તૌકતે વાવાઝોડાનાં કારણે 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત

આ દવા લીધા પછી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની ઓક્સિજન રપ નિર્ભરતા ઘટશે. આ દવા પાવડરનાં સ્વરૂપમાં છે. 2-ડીજી દવા વાયરસથી અસરગ્રસ્ત સેલ્સમાં જઇને જામી જાય છે અને વાયરસનાં સિંથેસિસ અને એનર્જી ઉત્પાદનને બંધ કરીને વાયરસને વધતા અટકાવે છે. ડીઆરડીઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન આ દવાઓ આપવામાં આવતા કોરોના દર્દીઓનો આરટીપીઆર રિપોર્ટ ટૂંક સમયમાં નેગેટિવ આવ્યો છે. ગયા વર્ષે એપ્રિલથી આ દવા કાર્યરત હતું.

kalmukho str 13 કોરોનાથી લડવા વધુ એક હથિયાર ભારતને મળ્યું, DRDO ની એન્ટી કોવિડ દવા 2-DG લોન્ચ