snowfall in america/ અમેરિકામાં ભારે હિમવર્ષાના લીધે અત્યાર સુધી 50 લોકોના મોત, આ શહેર સૈાથી વધારે પ્રભાવિત

અમેરિકામાં ભારે હિમવર્ષમાના લીધે ભારે તારાજીના સમાચાર સામે આવી રહ્યા છે. સતત હિમવર્ષાથી અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે અને મોતનો આંક હજુપણ વધી શકે છે

Top Stories World
snowfall in america

snowfall in america:   અમેરિકામાં ભારે હિમવર્ષમાના લીધે ભારે તારાજીના સમાચાર સામે આવી રહ્યા છે. સતત હિમવર્ષાથી અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે અને મોતનો આંક હજુપણ વધી શકે છે.અમેરિકામાં હિમવર્ષા (snowfall) ભારે  તબાહી મચાવી રહ્યું છે. અમેરિકામાં બરફવર્ષાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. બરફવર્ષાથી મૃત્યુઆંક વધીને 50 થયો છે. આ સિવાય આ હિમપ્રાતથી અનેક લોકો પ્રભાવિત થયા છે.  .

એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પશ્ચિમ ન્યૂયોર્કના (new york) બફેલો વિસ્તારમાં હિમવર્ષાથી (snowfall in america) મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે આ હિમપ્રાતના લીધે ઓછા 25 લોકો માર્યા ગયા હતા

ઉલ્લેખનીય છે કે  વેસ્ટર્ન ન્યૂયોર્કનું બફેલો શહેર હિમવર્ષાના તોફાનથી (snowfall) ખૂબ પ્રભાવિત થયું છે. આ તોફાનના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પણ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં આ તોફાનની અસર અમેરિકાના પડોશી રાજ્ય મેક્સિકો સુધી જોવા મળી રહી છે. વ્હાઇટ હાઉસના નિવેદનને ટાંકીને ધ હિલે સોમવારે અહેવાલ આપ્યો કે રાષ્ટ્રપતિ બિડેને ન્યૂયોર્કના(new york) ગવર્નર કેથી હોચુલ (ડી) સાથે ફોન પર વાત કરી અને કેન્દ્રીય સહાયની જાહેરાત કરી છે.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિએ મૃતકોના નિધન પર શોક વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે  કે અમેરિકામાં આવેલા બરફના તોફાનથી આખા દેશને સીધી અસર થઇ  છે. આ હિમપ્રાતના  કારણે ઘણા લોકોના મોત થયા છે અને હવામાન સંબંધિત માર્ગ અકસ્માતોનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં ક્રિસમસ વીક દરમિયાન આવેલા તોફાનના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. વાવાઝોડાને કારણે ફ્લાઈટ, ટ્રેન અને રોડવેઝને અસર થઈ છે.હાલ પ્રશાસન યુદ્વના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે. અને ટ્રાફિક સમસ્યાને બહાલ કરવા માટે જેહમત કરી રહી છે. રાષ્ટ્રપતિ બિડેને આ હિમપ્રાતના લીધે જે લોકો અવસાન પામ્યા છે તેમને સહાયની કરવાની પણ અપીલ કરી છે. આ હિમવર્ષા માટે તંત્ર સજ્જ થઇ ગયું છે.

Snow Storm/ અમેરિકામાં બરફના તોફાને મચાવી તબાહી, 30 મિનિટમાં તાપમાન 40 ડિગ્રી ઘટ્યું

Sino-Indian War/ 1962નું યુદ્ધ યાદ રાખશે ચીન, જેની પર બની છે અનેક ફિલ્મો