Not Set/ SBI એ લોન અને ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ફરીથી વ્યાજનાં દરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ તમામ કાર્યકાળ (સમય) ના MCLR માં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે એક વર્ષનાં MCLR 8.25 ટકાથી ઘટીને 8.15 ટકા પર આવી ગઈ છે. નવા દરો 10 સપ્ટેમ્બર 2019 થી લાગુ થશે. એસબીઆઇએ નાણાકીય વર્ષ 2019-20માં સતત પાંચમી વખત […]

Top Stories Business
SBI SBI એ લોન અને ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ફરીથી વ્યાજનાં દરમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ તમામ કાર્યકાળ (સમય) ના MCLR માં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હવે એક વર્ષનાં MCLR 8.25 ટકાથી ઘટીને 8.15 ટકા પર આવી ગઈ છે. નવા દરો 10 સપ્ટેમ્બર 2019 થી લાગુ થશે. એસબીઆઇએ નાણાકીય વર્ષ 2019-20માં સતત પાંચમી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

sbi 887 SBI એ લોન અને ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો

નીચા વ્યાજ દર અને બેંક સાથે વધારાની તરલતાને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ફિક્સ ડિપોઝિટ પરનાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેન્કે રિટેલ ડિપોઝિટ પરનાં દરમાં 0.20 થી 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. વળી બલ્ક ટર્મ ડિપોઝિટ રેટમાં 0.10 થી 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. આપને જણાવી દઇએ કે, હવે એસબીઆઈની 1 થી 2 વર્ષની એફડી પર 6.7 ટકાને બદલે 6.5 ટકા વ્યાજ મળશે. વળી 2 થી 3 વર્ષની એફડી પર 6.5 થી 6.25 ટકા વ્યાજ દર મળશે. જો તમારી પાસે 3 થી 5 વર્ષ અને 5 વર્ષથી 10 વર્ષ સુધીની એફડી છે, તો પછી તમારા વ્યાજનાં દરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ વ્યાજ દર 6.25 ટકા પર સ્થિર છે.

Image result for sbi announce big news

આપને જણાવી દઇએ કે, વળી 180 દિવસથી 210 દિવસની એફડી પર હવે 6 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મેળવશે. આ જ રીતે, 211 દિવસથી 1 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર, 6 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મળશે. 7 દિવસથી 45 દિવસની બલ્ક ડિપોઝિટ પર 4.4 થી બદલીને 4.3 ટકા વ્યાજ દર મળશે. વળી 46 દિવસથી 179 દિવસની બલ્ક ડિપોઝિટ પર 5.4 ટકાને બદલે 5.3 ટકા વ્યાજ દર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.