ષડયંત્ર/ અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર ‘કોલોસલ’ રેન્સમવેર હુમલો થયો છે. હેકર્સે પહેલા ફ્લોરિડા સ્થિત આઇટી કંપની કાસિયાને નિશાન બનાવ્યું હતું.

Top Stories World
HACKER અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

અમેરિકાને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કહેવામાં આવે છે, પરંતુ આ કોરોનાકાળમાં તે કેેટલો નિર્બળ બની ગયો જે સમગ્ર વિશ્વએ જોયુ છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, હેકર્સનાં કારણે એકવાર ફરી અમેરિકાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

11 116 અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

વિમાન દુર્ઘટના / ફિલિપાઇન્સમાં સૈન્ય વિમાન દુર્ઘટના માં 85 લોકો સવાર હતા, જેમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા

તાજેતરમાં, અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર ‘કોલોસલ’ રેન્સમવેર હુમલો થયો છે. હેકર્સે પહેલા ફ્લોરિડા સ્થિત આઇટી કંપની કાસિયાને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ તેઓ કંપનીનાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોર્પોરેટ નેટવર્ક દ્વારા અન્ય કંપનીઓ સુધી પહોંચ્યા. હવે સમાચાર આવી રહ્યા છે કે, હેકર્સે આ માટે 520 કરોડની ખંડણી માંગી છે. અમેરિકન મીડિયા અનુસાર, આ હુમલા પાછળ રેવિલ રેન્સમવેર ગેંગનો હાથ છે. જેના માટે તેમણે હવે ડાર્ક વેબ પર બ્લોગ લખ્યો છે. આ પોસ્ટ મુજબ, હેકર્સે 70 મિલિયન ડોલરની માંગ કરી છે, જે ભારતનાં હિસાબે 520 કરોડ રૂપિયા હશે.

11 118 અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

હમ નહી સુધરેગે! / ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

આ ગેંગે લખ્યું છે કે, 2 જુલાઈએ અમે MSP પ્રોવાઇડર પર સાયબર હુમલો કર્યો હતો. જો કોઈ પણ તેના વિશે વાત કરવા માંગે છે, તો અમારી કિંમત 70 મિલિયન ડોલર છે. આ બધા પૈસા રોકડમાં નહીં પરંતુ બિટકોઇનમાં માંગવામાં આવ્યા છે. આ પછી, તેઓ જાહેરમાં ડિક્રિપ્ટરને પ્રકાશિત કરશે, જેની મદદથી હુમલો કરવામાં આવેલી બધી કંપનીઓ તેમની ફાઇલોને ડિક્રિપ્ટર કરી શકે છે. આ ટોળકીએ દાવો કર્યો હતો કે જો માંગ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ખંડણીની રકમ વધશે.

11 117 અમેરિકાની 200 જેટલી કંપનીઓ પર હેકર્સે કર્યો સાયબર Attack, માંગ્યા 70 મિલિયન ડોલર

વેક્સિન ડીલ / બોલ્સોનારોની મુસિબતમાં વધારો, SC એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનાં આપ્યા આદેશ

જો કે કાસિયા પર સાયબર એટેક એ અત્યાર સુધીની સૌથી મોટુ હેકિંગ માનવામાં આવે છે. જો તે આ રકમ ચૂકવે છે, તો તે આજ સુધીની સૌથી મોટી ખંડણી હશે. વળી પ્રારંભિક અહેવાલમાં એક બીજી બાબત પણ સામે આવી છે. જે મુજબ હેકિંગ ગેંગ મોટી MSP થી 5 મિલિયન ડોલર અને નાની કંપનીઓ પાસેથી 45 હજાર ડોલર માંગી રહી છે. વળી સોફોસમાં વાઇસ પ્રેસિડેન્ટ અને સીઆઈએસઓ, રોસ મૈકકર્ચરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 70 સંચાલિત સર્વિસ પ્રોવાઇડર આ હુમલાનો ભોગ બન્યા છે. આ સિવાય 350 સંસ્થાઓ પણ આનાથી પ્રભાવિત થઈ છે. જોકે આ કંપનીઓ વિશ્વવ્યાપી છે, પરંતુ તેમાંથી મોટાભાગની અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુકે અને કેનેડામાં આવેલી છે. બીજી તરફ, આ મામલાની ગંભીરતા જોતાં રાષ્ટ્રપતિ બિડેને FBI ને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.