Not Set/ ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન

ઈઝરાઇલમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે. બેન્જામિન નેતન્યાહહૂનાં 12 વર્ષ-લાંબા શાસનની સમાપ્તિ પછી હવે દક્ષિણપંથી યામિના પાર્ટીનાં નેતા એવા 49 વર્ષીય નફ્તાલી બેનેટ નવા વડા પ્રધાન બન્યા છે

Top Stories World
2 7 ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન

ઈઝરાઇલમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે. બેન્જામિન નેતન્યાહહૂનાં 12 વર્ષ-લાંબા શાસનની સમાપ્તિ પછી હવે દક્ષિણપંથી યામિના પાર્ટીનાં નેતા એવા 49 વર્ષીય નફ્તાલી બેનેટ નવા વડા પ્રધાન બન્યા છે, પરંતુ પેલેસ્ટાઇન સાથેની દુશ્મનાવટ હજુ ખતમ થઇ નથી, તે યથાવત છે. નવી સરકાર પછી પણ બંને દેશો વચ્ચેની દુશ્મનીમાં કોઈ ફરક જોવા મળ્યો નથી. આ જ કારણ છે કે ઈઝરાઇલ અને ગાઝા ફરી એકવાર સામ-સામે આવ્યા છે. ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો છે અને તેના લડાકુ વિમાનો દ્વારા રોકેટ ચલાવવામાં આવ્યા છે.

2 8 ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન

મુલાકાત / કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે PM મોદીને મળવા CM શિવરાજ દિલ્હી પહોંચ્યા, આજે 12 વાગ્યે મીટીંગ

આપને જણાવી દઇએ કે, ઇઝરાઇલમાં 12 વર્ષીય નેતન્યાહુ શાસનનો અંત આવી ગયો છે અને દક્ષિણપંથી યામિના પાર્ટીનાં નેતા 49 વર્ષીય નફતાલી બેનેટ નવા વડા પ્રધાન બન્યા છે, પરંતુ પેલેસ્ટાઇન સાથેની દુશ્મનાવટ આજે પણ યથાવત છે. સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર ઈઝરાયેલે ફરી એક વખત ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે. આ પહેલા સેંકડોની સંખ્યામાં ઈઝરાઇલનાં મજબૂત રાષ્ટ્રવાદીઓએ શક્તિનું પ્રદર્શન કરવા માટે પૂર્વ યરૂશલમમાં પરેડ કરી હતી. જેમાં ખૂબ જ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને પેલેસ્ટાઇન આ બધાથી નારાજ હતું.

2 9 ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન

રાજકારણ / રાજસ્થાન કોંગ્રેસમાં All is not Well, ગેહલોત સામે દબાણ વધારવા પાયલોટનું દિલ્હી તરફ પ્રયાણ

ગાઝામાં ઈઝરાઇલનાં હવાઈ હુમલા પછી યુદ્ધવિરામ કરાર પૂરો થતો હોય તેવું લાગે છે. ગયા મહિને ઇઝરાઇલ અને હમાસ વચ્ચે 11 દિવસનું યુદ્ધ યુદ્ધ વિરામ કરાર સાથે સમાપ્ત થયું હતું. પરંતુ ફરી ઈઝરાઇલ અને ગાઝા આમને-સામને આવી ગયા છે. ઈઝરાઇલે ફરીથી ગાઝા તરફ રોકેટ ચલાવ્યું છે. આ હુમલો યુદ્ધવિરામ કરાર બાદની સૌથી મોટી ઘટના છે.

એએફપી ન્યૂઝ એજન્સીએ પેલેસ્ટાઇન સુરક્ષા દળોને ટાંકીને જણાવ્યું છે કે, ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર બુધવારે સવારે પેલેસ્ટાઇન આતંકવાદીઓએ દક્ષિણ ઈઝરાઇલ તરફ આગ લગાડનારા ફુગ્ગાઓ મોકલ્યા હતા, ત્યારબાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો હતો.

majboor str 17 ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન