Not Set/ IT રિટર્નની તારીખ લંબાવાઇ, IT રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખ આ છે…

હવે આયકરદાતા  10 જાન્યુઆરી સુધીમાં પોતાનું itr ફાઈલ કરી શકશે. 

Top Stories Business
kite festival 13 IT રિટર્નની તારીખ લંબાવાઇ, IT રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખ આ છે...

આયકર વિભાગ દ્વારા ITR  ફાઈલ કરવાની તારીખ ફરી એક વાર લંબાવવામાં આવી છે. વૈશ્વિક મહામારી કોરોનાને લઈને ફરી એકવાર આ તારીખની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આયકરદાતા  10 જાન્યુઆરી સુધીમાં પોતાનું itr ફાઈલ કરી શકશે.

અગાઉ 31મી ડિસેમ્બર એટલે કે આવતી કાલ રિટર્ન ફાઇલ કરવાની  છેલ્હલી તારીખ હતી. કોરોનાકાળને પગલે વધુ એકવાર તારીખ લંબાવાઇ છે.  નોન ઓડિટેડ રિટર્ન માટેની તારીખ 10 જાન્યુઆરી છે. જયારે TAR અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે.
ઓડિટેડ ITRની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

 

કરદાતાઓને રાહત આપવા સરકારે કોરોના સમયગાળામાં બે વખત આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની તારીખ વધારી છે. વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે 31 જુલાઇ સુધી આવકવેરા રીટન  ભરવામાં આવે છે, પરંતુ પ્રથમ આવકવેરા રીટન ની તારીખ આ વર્ષે 31  ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.  જેને વધારી ને 30 નવેમ્બર કરવામાં આવી હતી અને પછી ત્યાર બાદ  નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020  હતી. જેમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.