હૈદરાબાદ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ રમાનારી ૫ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા જાહેર કરાયેલી આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન અને સ્ફોટક બેટ્સમેન વૃષભ પંત અને એમ એસ ધોનીને સ્થાન આપવામ આવ્યું છે.
ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીને આપવામાં આવી છે, જયારે વાઈસ કેપ્ટન રોહિત શર્માને બનાવવમાં આવ્યો છે. નોધણીય છે કે, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૫ વન-ડે મેચની શ્રેણી ૨૧ ઓક્ટોબરથી શરુ થશે.
ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, અંબાતી રાયડુ, મનીષ પાંડે, એમ એસ ધોની (વિકેટકીપર), વૃષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ખલિલ અહેમદ, શાર્દુલ ઠાકુર અને કે એલ રાહુલ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ૫ વન-ડે મેચનો કાર્યક્રમ :
૨૧ ઓક્ટોબર : પ્રથમ વનડે – ગુવાહાટી
૨૪ ઓક્ટોબર : બીજી વન-ડે – વિશાખપટ્ટનમ
૨૭ ઓક્ટોબર : ત્રીજી વન-ડે – પૂણે
૨૯ ઓક્ટોબર : ચોથી વન-ડે – મુંબઈ
૧ નવેમ્બર : પાંચમી વન-ડે – તિરુવનંતપુરમ