મુંબઇ
‘બધાઈ હો’ ના નિર્માતાઓએ 10 ઓક્ટોબરે મુંબઇમાં યોજાયેલ ગોદ ભરાઈ ઇવેન્ટ પછી ફિલ્મનું એક ખાસ ગીત રિલીઝ કર્યું છે, જે બેબી શાવરની રસ્મ પર આધારિત છે.
આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની સ્ટારર ફિલ્મના આ સોંગના બોલ છે ‘સજન બડે સેન્ટી’ જેમાં નીના ગુપ્તાની ગોદ ભરાઈ રસ્મ જોવા મળશે છે. આયુષ્માન અને સાન્યાના મસ્તી અને લવસ્ટોરી પણ આ ગીતમાં જોવા મળે છે.
જુઓ વીડીયો..
આ સોંગને દેવ નેગી અને હરજોત કૌર દ્રારા ગાવામાં આવ્યું છે અને આ ગીતને કૌશિક-આકાશ ગુડ્ડુએ તૈયાર કર્યું છે તો લિરિક્સ વાયુના છે. આ ફિલ્મ તેની યુનિક સ્ટોરીના કારણે દર્શકોના વચ્ચે ઘણી ચર્ચામાં છે.
આ ફિલ્મનું પ્રોડક્શન જંગલી પિક્ચર્સના ક્રોમ પિક્ચર્સના સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રીઝ કરવામાં આવી રહી છે.