Not Set/ Video : સોનુ કક્કરે નવા અંદાજમાં ગાયું ‘પછતાઓગે’ સોંગ, નેહા કક્કર બોલી- ક્યા ગાયા હૈ દીદી…..

મુંબઈ, બોલિવૂડની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક નેહા કક્કર તેની શાનદાર ગાયકી માટે જાણીતી છે. નેહા કક્કરની બહેન સોનુ કક્કર અને ભાઈ ટોની કક્કર પણ શ્રેષ્ઠ ગાયકો તરીકે જાણીતા છે. તેમના ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. નેહા કક્કરની બહેન સોનુ કક્કરનો એક ગીત વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણીના અવાજમાં […]

Entertainment
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 8 Video : સોનુ કક્કરે નવા અંદાજમાં ગાયું 'પછતાઓગે’ સોંગ, નેહા કક્કર બોલી- ક્યા ગાયા હૈ દીદી.....

મુંબઈ,

બોલિવૂડની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક નેહા કક્કર તેની શાનદાર ગાયકી માટે જાણીતી છે. નેહા કક્કરની બહેન સોનુ કક્કર અને ભાઈ ટોની કક્કર પણ શ્રેષ્ઠ ગાયકો તરીકે જાણીતા છે. તેમના ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. નેહા કક્કરની બહેન સોનુ કક્કરનો એક ગીત વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણીના અવાજમાં અરિજિત સિંઘનું ‘પછતાઓગે’ ગીત ગાયું છે. આ ગીત તેમણે ખૂબ જ સુરીલા અવાજમાં ગવ્યું છે.

Instagram will load in the frontend.

નેહા કક્કરની બહેન સોનુ કક્કરનો આ ગીતનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને તેનો અવાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ગીત નેહા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ  એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેણે આ ગીત શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું: “ક્યા ગાયા હૈ દીદી.” સોનુ કક્કરના આ ગીત પર પણ લોકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે બોલિવૂડની લોકપ્રિય ગાયિકા નેહા કક્કર દિલ્હીની છે અને નાનપણથી જ સિંગિંગ કરી રહી છે. 30 વર્ષની નેહા કક્કરે 2006 માં સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલમાં ભાગ લીધો હતો અને તે આ શોની જજ પણ રહી ચૂકી છે. થોડા દિવસો પહેલા, નેહા કક્કરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયાની જાણ કરી હતી, અને તે ઘણા પ્રસંગોમાં એકદમ ભાવનાશીલ જોવા મળી હતી. પરંતુ હવે તે તેની કારકિર્દી પર ફરીથી એક ઝડપી ગતિએ દોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.