Stock Market/ શેરબજારમાં આજે સારી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી વધારા સાથે ખૂલ્યા

શેરબજારમાં આજે BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં વધારો અને 14 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના શેરોમાં ભારતી એરટેલ 2.77 ટકા અને TCS 2.76 ટકા ઉપર છે.

Top Stories Business
sharemarketupdate 21678217739481 શેરબજારમાં આજે સારી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી વધારા સાથે ખૂલ્યા

આજે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી. બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી વધારા સાથે ખૂલ્યા. સ્થાનિક શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 239.40 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 71,970 પર ખુલ્યો હતો. આ સાથે NSE નો નિફ્ટી 53.50 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 21,825 ના સ્તર પર ખુલ્યો છે. બજારના આરંભે ઓટો અને આઈટી શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો. બજારના ટોચના લાભકર્તાઓમાં, ભારતી એરટેલ લગભગ 3 ટકાના ઉછાળા સાથે ખુલી છે અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1.25 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહી છે. જયારે આઇટી શેરનો મુખ્ય હિસ્સો TCS પણ એક ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જો આપણે નિફ્ટીના ટોપ ગેઈનર્સ પર નજર કરીએ તો તેમાં આઈટી શેરનો દબદબો છે.

3 દિવસના સતત ઘટાડા પછી, Paytm શેરની સર્કિટ ખુલી છે અને નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે. સવારે 9.18 વાગ્યે, Paytm શેર 4.03 ટકાના ઘટાડા સાથે રૂ. 420.85 પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેની લોઅર સર્કિટમાં હોવાનો દોર તૂટી ગયો છે. સવારે 9.57 વાગ્યે પેટીએમના શેર 5.53 ટકાના વધારા સાથે 462.75ના સ્તરે જોવા મળી રહ્યા છે. Jio ફાયનાન્સિયલ સર્વિસના શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. Paytm ના વોલેટ બિઝનેસ ખરીદવાના સમાચારને કારણે ગઈકાલે તેમાં 14 ટકાનો વધારો થયો હતો. જોકે, ગઈકાલે રાત્રે જ Jio Finance એ સ્પષ્ટ કર્યું હતું કે કંપની Paytmના વૉલેટ બિઝનેસને ખરીદવા માટે કોઈ વાતચીત કરી રહી નથી. આજે, આ સમાચાર પછી, શેર નબળાઈમાં છે અને તે 3.32 ટકાના ઘટાડા સાથે 279.50 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં વધારો અને 14 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોચના શેરોમાં ભારતી એરટેલ 2.77 ટકા અને TCS 2.76 ટકા ઉપર છે. HCL ટેક 2.74 ટકા અને વિપ્રો 2.24 ટકા ઉપર છે. મારુતિ 1.35 ટકા અને ટેક મહિન્દ્રા 1.23 ટકા ઉપર છે. નિફ્ટીના શેર પર નજર કરીએ તો તેના 50માંથી 32 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 18 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. શેરબજારમાં આજે નિફ્ટીમાં આઈટી શેરોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે અને ટોચના 3 શેરો માત્ર આઈટીના છે. ટીસીએસ 3.6 ટકા, એચસીએલ ટેક 2.83 ટકા અને વિપ્રો 2.57 ટકાના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા હતા. આ સિવાય ભારતી એરટેલ અને UPL 2.53 ટકા અને 1.78 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે.


આ પણ વાંચો :Israel Hamas Conflict/ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કર્યો મોટો દાવો,હમાસની 24 બટાલિયનમાંથી 17ને નષ્ટ કરી દીધી

આ પણ વાંચો :ગજબ પ્રેમ કહાની/પ્રેમી સાથે હોલીડે મનાવવા પહોચેલી આ લેડીને ત્યાં બીજા સાથે થઇ ગયો પ્રેમ, પછી થયું એવું કે….

આ પણ વાંચો :India China Tensions/ચીને માલદીવ મોકલ્યું તેનું ‘જાસૂસી જહાજ’ તો ભારતે પણ ડ્રેગનને ઘેરવાની કરી તૈયારી