Not Set/ અમદાવાદ: ઓઢવમાં સરકારી આવાસ ધરાશયી થતાં એકનું મોત, થર્ડ પાર્ટી દ્રારા ઇન્સપેક્શન હાથ ધરાશે

અમદાવાદ રક્ષાબંધનના પવિત્ર દિવસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઓઢવ નજીક સરકારી આવાસની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.રવિવારે રાતે 9 વાગ્યે શરૂ કરવામાં આવેલાં રેસક્યુ ઓપરેશન પછી ૫ લોકોને સલામત બહાર કઢાયા હતા, જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કઢાયો હતો. મળતી માહિતી મુજબ, ઓઢવના ગુરુદ્વારા નજીક આવેલ સરકારી આવાસના શિવમ ફ્લેટના […]

Top Stories Videos
ahd odhav અમદાવાદ: ઓઢવમાં સરકારી આવાસ ધરાશયી થતાં એકનું મોત, થર્ડ પાર્ટી દ્રારા ઇન્સપેક્શન હાથ ધરાશે

અમદાવાદ

રક્ષાબંધનના પવિત્ર દિવસે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઓઢવ નજીક સરકારી આવાસની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી.રવિવારે રાતે 9 વાગ્યે શરૂ કરવામાં આવેલાં રેસક્યુ ઓપરેશન પછી ૫ લોકોને સલામત બહાર કઢાયા હતા, જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કઢાયો હતો.

મળતી માહિતી મુજબ, ઓઢવના ગુરુદ્વારા નજીક આવેલ સરકારી આવાસના શિવમ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરની ત્રણ-ત્રણ માળની બે ઈમારત ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનુ મોત થયુ હતું,જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત ગંભીર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના ૬૦થી વધુ જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ ઘટના બન્યા પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ ઇમારત જર્જરીત થઇ હતી અને તંત્ર દ્રારા અહીં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ અહીં રહેતાં 5 પરિવારો તેમનો સામાન પાછો લેવા આવ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

આ બ્લોકો પડી ગયા પછી અમદાવાદ કોર્પોરેશને ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવી છે અને થર્ડ પાર્ટી ઇન્સપેક્શન ચાલુ કરવામાં આવ્યું છે.

ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, તેમજ દોડધામ મચી ગઈ હતી. બચાવ કામગીરીમાં સંઘના સ્વયંસેવકો પણ આગળ આવ્યા હતા અને તેમણે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનોની મદદ કરી હતી. ઘટનાની ગંભીરતાને જાતા સોમનાથથી મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ત્વરીત કાર્યવાહી કરીને કાટમાળમાં દટાયેલ લોકોને ઝડપથી બહાર કાઢવા માટે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલઅને એએમસી કમિશનર વિજય નહેરા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વધુ જુઓ: અમદાવાદ : ઓઢવ વિસ્તારમાં ૪ માળની બિલ્ડીંગ થઇ ધરાશાયી, ૬ લોકોને કરાયા રેસ્ક્યુ