Not Set/ અમેરિકામાં ગેમિંગ ટુર્નામેન્ટમાં ગોળીબાર : 4 ના મોત, 10 ઘાયલ

અમેરીકાના ફ્લોરીડા શહેરમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનુ જણાવવામાં આવ્યુ છે. આ ગોળીબારની ઘટના અમેરીકાના ફ્લોરીડાના જેક્શનવિલામાં થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ગોળીબારમાં શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો […]

Top Stories World
Screen Shot 2017 01 16 at 7.05.03 PM અમેરિકામાં ગેમિંગ ટુર્નામેન્ટમાં ગોળીબાર : 4 ના મોત, 10 ઘાયલ

અમેરીકાના ફ્લોરીડા શહેરમાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં એકની હાલત ગંભીર હોવાનુ જણાવવામાં આવ્યુ છે.

gamebar.5b82f91b105d2 e1535352589136 અમેરિકામાં ગેમિંગ ટુર્નામેન્ટમાં ગોળીબાર : 4 ના મોત, 10 ઘાયલ

આ ગોળીબારની ઘટના અમેરીકાના ફ્લોરીડાના જેક્શનવિલામાં થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ગોળીબારમાં શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો છે. સ્થાનિક સમાચાર પત્ર મિયામી હેરાલ્ડ ના અહેવાલમાં જણાવ્યા મુજબ, આ ગોળીબાર વીડિયો ગેમ્સ ટૂર્નામેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. જેમાં હુમલાખોર સહિત 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ ટૂર્નામેન્ટ જેક્શનવિલાની એક રેસ્ટોરન્ટમાં થઈ હતી. જેક્શનવિલા શેરીફ કાર્યાલયે ટ્વિટ કરીને આ અંગે જણાવ્યુ હતું કે, જેક્શનવિલામાં ગોળીબાર થઈ રહ્યો છે, આ વિસ્તારથી થોડા દૂર રહો, હાલમાં આ સુરક્ષિત નથી. તેમણે જણાવ્યુ હતું કે, એ સ્પષ્ટ નથી કે કોઈ બીજા સંભવિત બંદૂકધારી છે કે નહીં. તેમણે લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે.

જેક્શનવિલાના શેરીફ માઈકલ વિલિયમે જણાવ્યુ કે, શુટરનુ નામ ડેવીડ કેટ્‌જ હોવાનુ જાણવા મળ્યુ છે, જેની ઉંમર 24 વર્ષની હતી અને તે બાલ્ટીમોરોનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા મુજબ, શુટર ડેવીડ પણ શહેરમાં વીડિયો ગેમ પ્રતિયોગિતામાં ભાગ લેવા આવ્યો હતો. જાકે, ગોળીબારની ઘટના બાદ શુટરે પણ પોતાની જાતને ગોળી મારી દીધી હતી.