Not Set/ ગુજરાત પ્રવાસ છોડી રાહુલ ગાંધી પહોચ્યા રાયબરેલી, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં NTPC પ્લાન્ટમાં બોઈલરમાં થયેલા બ્લાસ્ટ થવાથી મોટી દુર્ધટના સર્જાય હતી. આ ઘટનામાં ૨૬ લોકોના મોત થયા છે તેમજ ૧૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસ છોડી રાયબરેલી પહોચ્યા છે. રાહુલ ગાંધીએ સૌપ્રથમ પોસ્ટમોર્ટમ રૂમની મુલાકાત […]

Top Stories
rahul b 110217104416 ગુજરાત પ્રવાસ છોડી રાહુલ ગાંધી પહોચ્યા રાયબરેલી, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં NTPC પ્લાન્ટમાં બોઈલરમાં થયેલા બ્લાસ્ટ થવાથી મોટી દુર્ધટના સર્જાય હતી. આ ઘટનામાં ૨૬ લોકોના મોત થયા છે તેમજ ૧૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસ છોડી રાયબરેલી પહોચ્યા છે.

રાહુલ ગાંધીએ સૌપ્રથમ પોસ્ટમોર્ટમ રૂમની મુલાકાત બાદ હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યારબાદ એનટીપીસી પ્લાન્ટની મુલાકાતે જવાના છે. બીજી બાજુ આ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા ત્રણ લોકોને ગ્રીન કોરીડોર બનાવીને એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યા છે. ત્યાંથી તેઓને દિલ્હી સીધા જ રેફરલ કરવામાં આવશે.

images 2 1 ગુજરાત પ્રવાસ છોડી રાહુલ ગાંધી પહોચ્યા રાયબરેલી, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃતકના કુટુંબ પરિજન માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકને રૂ. ૨ લાખનું વળતર તેમજ ઇજા પામેલા લોકો રૂ. 50,000 નું વળતર મળશે.