Not Set/ રાજકોટ : સ્કૂલના કેમ્પસમાં વાહનો પાર્ક નહિ કરવા દેતી 7 શાળાઓને નોટિસ

રાજકોટ, રાજકોટમાં કેટલીક શાળાઓ એવી હતી જેમાં તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલમાં પાર્કિંગ કરવાની મનાઈ કરી હતી.સ્કૂલની અંદર વાહનો પાર્ક નહિ થવાના કારણે બહારના રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતો હતો. જો કે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલમાં વાહનો પાર્ક નહિ કરવા દેતી સાત શાળાને નોટિસ ફટકારી છે. એસ.એન.કે, સેન્ટ મેરી, પરિમલ, આત્મીય, મોદી અને કેન્દ્રિય […]

Top Stories Gujarat Rajkot
f.vnds રાજકોટ : સ્કૂલના કેમ્પસમાં વાહનો પાર્ક નહિ કરવા દેતી 7 શાળાઓને નોટિસ

રાજકોટ,

રાજકોટમાં કેટલીક શાળાઓ એવી હતી જેમાં તેમના વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલમાં પાર્કિંગ કરવાની મનાઈ કરી હતી.સ્કૂલની અંદર વાહનો પાર્ક નહિ થવાના કારણે બહારના રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતો હતો. જો કે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલમાં વાહનો પાર્ક નહિ કરવા દેતી સાત શાળાને નોટિસ ફટકારી છે.

એસ.એન.કે, સેન્ટ મેરી, પરિમલ, આત્મીય, મોદી અને કેન્દ્રિય વિદ્યાલયને અપાયેલી આ નોટિસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના વાહનોને શાળાની અંદર પ્રવેશવા દેવા. નહીંતર શાળા સામે પણ દંડાત્મક કાર્યવાહી થશે તેવી ચેતવણી પણ સાથે આપવામા આવી છે.

રાજકોટમાં 80 ટકા શાળા-કોલેજ એવા છે કે જેની પાસે મેદાન જ નથી. મેદાન ન હોવા છતા ભ્રષ્ટ એવા શિક્ષણ ખાતાએ મંજૂરી આપી દીધી છે અને ભોગવવુ પડે છે બાળકો તથા વાલીઓને.

રાજકોટ મનપાએ 12  રાજમાર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને સાથે રેકડી-કેબીન, બેનર, હોર્ડિંગ્સ, સાઇન બોર્ડ રાખવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.

આમ બહારના રસ્તાઓ પર પાર્કિંગનો પ્રતિબિંબ આવ્યા પછી સ્કૂલના વાલીઓની મુશ્કેલીઓ વધી હતી.સ્કૂલ પણ તેમના કેમ્પસમાં પાર્કિંગ નહિ કરવા દેતી હોવાથી આ વાલીઓની હાલત ખરાબ થતી હતી.

જેમ કે શહેરની જાણીતી નિર્મલા સ્કૂલમાં વિશાળ મેદાન હોવા છતા વાલીઓને તેમજ સ્કૂલવેન અને રિક્ષાને બહાર જ રખાતા હતા. શાળાની અંદર ‘નો-એન્ટ્રી’ હતી.

કોર્પોરેશને લાલ આંખ કરીને 7 સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી તેમના કેમ્પસમાં પાર્કિંગ કરવા દેવાનો આદેશ કર્યો છે.

મનપા અને ટ્રાફિક પોલીસની ટીમ સતત ચેકિંગમાં રહેશે. એ દરમિયાન જે મેદાન હોવા છતા વાહન અંદર પ્રવેશવા ન દેતી હોય એવી શાળા-કોલેજ ગમે તેટલી વખત પકડાશે તો પણ રોજે રોજ દંડ કરાશે તેવી સ્પષ્ટ ચેતવણી મનપાએ શાળા-કોલેજના સંચાલકોને આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.