અમદાવાદ/ દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, કુદરતી કે માનવસર્જિત હોનારાતોથી લઇ સામાજીક પ્રવૃતિઓમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને સ્વંયસેવકો સરકારની સાથે ખભેથી ખભો મિલાવીને જનક્લાયણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે.

Top Stories Gujarat
tech 12 દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નિકોલ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કહ્યું કે, કુદરતી કે માનવસર્જિત હોનારાતોથી લઇ સામાજીક પ્રવૃતિઓમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને સ્વંયસેવકો સરકારની સાથે ખભેથી ખભો મિલાવીને જનક્લાયણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ના આ વર્ષે રાજકોટ સ્વામીનારાયણ સંસ્થાન ને પણ75 વર્ષ થયા છે.આ અમૃત પર્વ ના વર્ષે અમદાવાદ ખાતે 45 મી શાખાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉદ્ભઘાટન કર્યુ હતુ.

tech 13 દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ આ પવિત્ર પ્રસંગે, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભો થી લઇ તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી જનકલ્યાણના કાર્યો હાથ ધરવા રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની જે કેડી કંડારી છે તે પથ પર અમારી સરકાર આગળ વધી રહી છે.જનકલ્યાણના અને વિકાસની રાજનીતીના પ્રણેતા અને દીર્ધદ્રષ્ટા નરેન્દ્રભાઇના વિકાસ કાર્યોની સુવાસ દેશભરમાં પ્રસરી છે તેને આગળ ધપાવવા અમારી સરકાર પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ , સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની નેમ સાથે રાષ્ટ્રવ્યાપી સર્વાગીં વિકાસ સાધ્યો છે. જેમાં સૌને સહભાગી બની એકજૂથ થઇ એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્ણાણ કરવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતુ.

આ પ્રસંગે પરમ આદરણીય રાજકોટ સંસ્થાના સંતપૂજ્યપાદ ગુરૂમહારાજે ભગવાન સ્વામીનારાયણના વચનામૃતનો સંદર્ભ આપતા કહ્યું હતુ કે, કુટુંબ, રાજ્ય, રાષ્ટ્ર અને સંગઠન અને સમાજમાં સાદાઇ, સરળતા અને સેવાભાવ યુક્ત આગેવાનીનું અનેરૂ મહત્વ છે. ગુજરાત રાજ્યને આ તમામ ગુણોથી સમપન્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ મળ્યા છે. જેઓએ એક જ મહિનાના ટૂંકાગાળામાં કરોડો નાગરિકોના દિલ જીત્યા છે. આ પ્રસંગે પૂજ્યપાદ ગૂરૂમહારાજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલને ઉજ્જવળ કારકિર્દી અને નેતૃત્વ માટે આશીર્વચન પણ આપ્યા હતા.

કેવડીયા / 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ