madhyapradesh/ ભગવાન આવું મોત દરેકને આપે…!! ભગવાનને પગે લાગતાં આ પૂર્વ ધારાસભ્યનું થયું મોત

બેતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને ભગવાનના ચરણોમાં શીશ નમાવતા જ મૃત્યુ પામ્યા હતા. તેમની મોતનું આખું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

Top Stories India
GOLDEN MONGOOSE 16 ભગવાન આવું મોત દરેકને આપે...!! ભગવાનને પગે લાગતાં આ પૂર્વ ધારાસભ્યનું થયું મોત

ક્યારે કોની  જીવાદોરી કપાશે કહી શકાય  નહિ. કોણ કેટલા શ્વાસ લઈને આવ્યું છે ખબર નથી. મધ્યપ્રદેશના બેતુલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બેતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને ભગવાનના ચરણોમાં શીશ નમાવતા જ મૃત્યુ પામ્યા હતા. તેમની મોતનું આખું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

पूजा करते समय पूर्व विधायक का निधन, CCTV में कैद हुआ पूरा वाकया.

હકીકતમાં, ગુરુવારે ધનતેરસના દિવસે રાબેતા મુજબ બેતુલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ રાજ્ય ખજાનચી વિનોદ ડાગા જૈન દાદવાડી સ્થિત મંદિરમાં પૂજા કરવા ગયા હતા. પહેલા તેમણે મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પૂજા કરી. આ પછી, દાદા ગુરુદેવ મંદિરની પરિક્રમા કરી. અને પૂજા-અર્ચના કરી. પૂજા પૂરી થતાં જ તે દાદા ગુરુદેવના ચરણોમાં ઝુક્યાં. થોડી ક્ષણો પછી તે મંદિર માં ત્યાજ નીચે પટકાયા હતા. અને સાથે જ તેમનું મોત થઇ ગયું.

पूजा करते समय पूर्व विधायक का निधन, CCTV में कैद हुआ पूरा वाकया.

તે જ સમયે, એક છોકરી મંદિરમાં દર્શન માટે આવી હતી અને તેણે જોયું કે વિનોદ ડાગા જમીન પર પડી ગયા છે. અનેતેણીએ પુજારીને તે વિશે જાણ કરી હતી. પૂજારી સહિત નજીકના લોકોએ તેને ઉઠાડવાનો નિષ્કામ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં  સુધીમાં  ઘણું મોડુ થઈ ગયું હતું.

पूजा करते समय पूर्व विधायक का निधन, CCTV में कैद हुआ पूरा वाकया.

જોકે, તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિનોદ ડાગા બુધવારે રાત્રે ભોપાલથી પાછા બેતુલ આવ્યા હતા. ભોપાલમાં, તે પેટા-ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા ગયા હતા.

पूजा करते समय पूर्व विधायक का निधन, CCTV में कैद हुआ पूरा वाकया.

લોકો તેના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં. હંમેશા સ્વસ્થ અને ફીટ રહેનારા વિનોદ ડાગાના અચાનક અવસાનના સમાચાર છે. બધાને આશ્ચર્ય થયું. તેમાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

पूजा करते समय पूर्व विधायक का निधन, CCTV में कैद हुआ पूरा वाकया.

મંદિરના પૂજારી ઓમપ્રકાશ ત્રિપાઠી કહે છે કે વિનોદ ડાગા દરરોજની જેમ પૂજા કરવા મંદિર આવ્યા હતા. શાંતિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવની ઉપાસના પૂર્ણ કર્યા પછી, તે નીચે પડી ગયા અને એક યુવતી આવી અને કહ્યું કે વિનોદ ડાગા પડી ગયા  છે. સદ્ગુણો આત્માઓ ખૂબ નસીબદાર હતા, દરેકને તેમના જેવું મોત મળતું નથી. આપણે તેને શાસ્ત્રોમાં વાંચ્યું હતું પણ પહેલી વાર જોયું. આ મુક્તિને સામીપ્ય  મુક્તિ કહેવામાં આવે છે, જેમાં દાદા ગુરુદેવનો સાથે હંમેશા કાયમ રહેશે.