Cricket/ T20 વર્લ્ડ કપ 2022, ગ્રુપ અને શેડ્યૂલ ફાઈનલને લઈને મોટી જાહેરાત 

ગ્રુપ Aમાં નામિબિયા, શ્રીલંકા, UAE અને નેધરલેન્ડને સ્થાન મળ્યું છે જ્યારે ગ્રુપ Bમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને તક મળી છે. ગ્રુપ 1ની…

Top Stories Sports
T20 World Cup 2022

T20 World Cup 2022: આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની સાથે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022ના પ્રથમ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે. ઝિમ્બાબ્વેએ નેધરલેન્ડ્સને હરાવીને ક્વોલિફાયર B જીતીને ગ્રુપ Bમાં છેલ્લું સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. તે સાત શહેરોમાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2022 દરમિયાન યોજાશે, જેમાં ગીલોંગ અને હોબાર્ટ પ્રથમ રાઉન્ડનું આયોજન કરશે. આ મેગા ઈવેન્ટ માટે ગ્રુપ અને શેડ્યુલને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગ્રુપ Aમાં નામિબિયા, શ્રીલંકા, UAE અને નેધરલેન્ડને સ્થાન મળ્યું છે જ્યારે ગ્રુપ Bમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને તક મળી છે. ગ્રુપ 1ની વાત કરીએ તો તેમાં ગ્રુપ Aની વિજેતા અને ગ્રુપ Bની રનર અપ ટીમ સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ હશે. તો ગ્રૂપ 2 માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ, ગ્રૂપ A ની ઉપવિજેતા ટીમ અને ગ્રૂપ Bની વિજેતા ટીમ સિવાય સમાવેશ થશે. આ રીતે, પ્રથમ રાઉન્ડમાં 8 ટીમો હશે, જ્યારે બીજા રાઉન્ડમાં 12 ટીમો હશે, જે સુપર 12 સામે રમશે.

ગ્રુપ A:નામિબિયા, શ્રીલંકા, UAE અને નેધરલેન્ડ્સ

ગ્રુપ B:આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે

ગ્રુપ 1:અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ગ્રુપ A વિજેતા અને ગ્રુપ B રનર અપ

ગ્રુપ 2:ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ગ્રુપ A રનર અપ અને ગ્રુપ B વિજેતા

આ પણ વાંચો: જાફરાબાદ / 12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનાઓમાં સિંહણે 6 વ્યક્તિ પર કર્યા હુમલા, મહામુસીબતે પાંજરે પુરાણી

આ પણ વાંચો: નવી દિલ્હી / શું હવે ક્યારેય ભારતમાં કોઈ મુસ્લિમ રાષ્ટ્રપતિ કે PM નહીં બની શકશે, કેમ ટ્રેંડ થયું Muslim PM?