Not Set/ IPLના પહેલા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે જામશે ખરાખરીની જંગ

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝન હાલ તેના અંતિમ પડાવ તરફ છે. અત્યારસુધીમાં ૮ ટીમો વચ્ચે રમાયેલી ૫૬ લીગ મેચમાં ક્રિકેટ ફ્રેન્ડસને શાનદાર રમત જોવા મળી છે. આ દરમિયાન કેટલાક નવા રેકોર્ડ બન્યા છે તો કેટલાક જુના રેકોર્ડ તૂટ્યા છે. ત્યારે હવે લીગ મેચો સમાપ્ત થયા બાદ મંગળવારથી IPLના અંતિમ મુકાબલા શરુ થઇ રહ્યા છે. […]

Sports
IPL 2018 Match 46 Ms Dhoni vs Kane Williamson IPLના પહેલા ક્વોલિફાયર મુકાબલામાં ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે જામશે ખરાખરીની જંગ

મુંબઈ,

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝન હાલ તેના અંતિમ પડાવ તરફ છે. અત્યારસુધીમાં ૮ ટીમો વચ્ચે રમાયેલી ૫૬ લીગ મેચમાં ક્રિકેટ ફ્રેન્ડસને શાનદાર રમત જોવા મળી છે. આ દરમિયાન કેટલાક નવા રેકોર્ડ બન્યા છે તો કેટલાક જુના રેકોર્ડ તૂટ્યા છે. ત્યારે હવે લીગ મેચો સમાપ્ત થયા બાદ મંગળવારથી IPLના અંતિમ મુકાબલા શરુ થઇ રહ્યા છે.

IPLના પ્રથમ ક્વોલિફાયર મેચમાં પોઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન પર રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીની જંગ જામવાની આશા જોવામાં આવી રહી છે. SRH અને ચેન્નઈ વચ્ચેનો આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે ૭ વાગ્યે શરુ થશે.

ક્વોલિફાયર મેચની બંને ટીમોની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં રમાયેલી કુલ ૧૪ મેચમાંથી ૯ મેચોમાં વિજય મેળવી હતી જયારે ચેન્નઈની ટીમે ૮ મેચમાં જીત મેળવી બીજું સ્થાન હાંસલ કર્યું હતું.

વાનખેડે ખાતે રમાયેલા આ મુકાબલામાં બંને ટીમોના આ ખેલાડીઓ પર તમામની નજર હોઈ શકે છે.

  ૧. અંબાતી રાયડુ : 

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે કુલ ૧૪ મેચમાંથી ૮ મેચમાં વિજય મેળવી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચોમાં અંબાતી રાયડુએ ૧૪ મેચોમાં ૫૮૬ રન ફટકારી ચુક્યો છે અને ટીમના વિજયના સિંહ ફાળો આપ્યો છે. આ સિઝન દરમિયાન રાયડુએ ૧ સદી અને ૩ ફિફ્ટી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર અણનમ ૧૦૦ રન રહ્યો છે.

૨. કેન વિલિયમસન :

બ્લેકકેપ પ્લેયર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન પણ આ સિઝનમાં પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું છે. અત્યારસુધી રમાયેલી ૧૪ મેચોમાં વિલિયમસને ૬૬૧ રન ફટકાર્યા છે અને તે દિલ્હી ડેરડેવિલ્સના વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત બાદ સૌથી વધુ રન ફટકારવાના મામલે બીજા નંબર છે. વિલિયમસને આ સિઝનમાં ૮ અડધી સદી ફટકારી છે.

૩. શાર્દૂલ ઠાકુર :

ચેન્નઈ સુપર કિંગ્સના વિજયમાં ફાસ્ટ અને સ્પિન બોલરોએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં શાર્દુલ ઠાકુરે ૧૧ મેચોમાં ૧૪ વિકેટ ઝડપી છે. જેમાં તેનો બેસ્ટ સ્પેલ ૧૮ રન પર ૨ વિકેટ રહ્યો છે.

૪. સિદ્ધાર્થ કોલ :

હૈદરાબાદના ઝડપી બોલર સિદ્ધાર્થ કોલે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કોલે ૧૪ મેચોમાં કુલ ૧૭ વિકેટ ઝડપી છે.

૫. એમ એસ ધોની :

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને CSKના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની IPLની આ સિઝનમાં કઈંક અલગ અંદાજમાં જોવા મળ્યો છે. અત્યારસુધીમાં રમાયેલી ૧૪ મેચોમાં ૪૪૬ રન ફટકારી ચુક્યો છે. ચેન્નઈની ટીમ તરફથી સૌથી રન વધુ ફટકારવાના મામલે અંબાતી રાયડુ બાદ ધોની બીજા ક્રમાંકે આવે છે. ધોનીએ આ સિઝનમાં ૩ ફિફ્ટી ફટકારી છે.