BCCI/ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના રાજીનામું આપવાના સંકેત, રાજકારણમાં જોડાવાની અટકળો

ખાસ સંદેશ જાહેર કરીને તેમણે તેના ચાહકો પાસેથી સમર્થન માંગ્યું અને કહ્યું કે તે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે તેણે આ વાતનો ખુલાસો નથી કર્યો કે…

Top Stories Sports
સૌરવ ગાંગુલીનું રાજીનામું

સૌરવ ગાંગુલીનું રાજીનામું: ભારતીય ક્રિકેટ ટીમના મહાન કેપ્ટનોમાંના એક BCCIના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ જાહેર કરીને તેમણે તેના ચાહકો પાસેથી સમર્થન માંગ્યું અને કહ્યું કે તે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. હવે તેણે આ વાતનો ખુલાસો નથી કર્યો કે આ શરૂઆત શું છે, પરંતુ તેના રાજકારણમાં આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. (સૌરવ ગાંગુલીનું રાજીનામું)

ગાંગુલીએ ટ્વીટ કર્યું, “મેં વર્ષ 1992માં મારી સફરની શરૂઆત કરી હતી, 2022 એ મારી ક્રિકેટ કારકિર્દીના 30 વર્ષ પૂરા કરવાનું વર્ષ છે. ત્યારથી લઈને અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. આજે દરેક સમર્થકોનો આભાર માનું કે જેમણે પણ મારી આ સફરમાં ભાગ લીધો છે અને મને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચાડ્યો છે. આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જેની મને આશા છે કે ઘણા બધા લોકોને ફાયદો થશે. મને આશા છે કે તમે આ નવા પ્રકરણમાં મારી સાથે જોડાશો.

સૌરવ ગાંગુલીની આ થેંકિંગની નોંધ જોયા બાદ લાગે છે કે તેમણે BCCIનું પદ છોડવાનું મન બનાવી લીધું છે. નવી ઇનિંગ શરૂ કરવાનો અર્થ એ છે કે જે જવાબદારી પૂરી થઈ રહી હતી તેને છોડીને આપણે નવી શરૂઆત કરીશું.

આ પણ વાંચો: નવી દિલ્હી/ અરવિંદ કેજરીવાલે કહ્યું- કાશ્મીરમાં પાછો આવી રહ્યો છે 90ના દાયકા જેવો આતંકવાદ, 16 કાશ્મીરી પંડિતોને…. 

આ પણ વાંચો: murder mystery/ લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ દરમિયાન ખુલાસો, મૂસેવાલાની હત્યા પાછળ આ છે કનેક્શન

આ પણ વાંચો: National Herald case/ સોનિયા-રાહુલને EDના સમન્સ પર કોંગ્રેસે કેન્દ્રને ઘેર્યું, હવે ભાજપે આપ્યો આકરો જવાબ