Not Set/ IPL ૨૦૧૮ : સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા વોર્નરની જગ્યાએ ઈંગ્લેંડના આ ખેલાડીને કરાયો રિપ્લેસ

દિલ્લી, બોલ ટેમ્પરિંગ વિવાદમાં સપડાયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા આવ્યા હતા ત્યારે હવે વોર્નરની જગ્યાએ ઈંગ્લેંડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેંડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સને તેની બેઝ પ્રાઈઝ મુજબ ૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. Breaking news: Alex Hales, the hard hitting English batsman has joined […]

Sports
sfdddddd 1 IPL ૨૦૧૮ : સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા વોર્નરની જગ્યાએ ઈંગ્લેંડના આ ખેલાડીને કરાયો રિપ્લેસ

દિલ્લી,

બોલ ટેમ્પરિંગ વિવાદમાં સપડાયેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા આવ્યા હતા ત્યારે હવે વોર્નરની જગ્યાએ ઈંગ્લેંડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેંડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સને તેની બેઝ પ્રાઈઝ મુજબ ૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

એલેક્સ હેલ્સના IPL કેરિયર અંગે જોવામાં આવે તો ઈંગ્લેંડના ઓપનરે ૨૦૧૫ની સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો હિસ્સો હતો પરંતુ આ સિઝન દરમિયાન હેલ્સને મેચ રમવાનો મૌકો મળ્યો ન હતો. ત્યારે હવે ડેવિડ વોર્નરની જગ્યાયે રિપ્લેસ કરવામાં આવેલા એલેક્સ હેલ્સ આ સિઝનમાં શિખર ધવનની સાથે ઇનિંગ્સની શરૂઆત કરતો જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, હેલ્સ ઈંગ્લેંડની તરફથી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં એક માત્ર સદી ફટકારનારો બેટ્સમેન છે. સનરાઈઝર્સ હૈદરાબાદનો પ્રથમ મુકાબલો ૯ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમાશે.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં કથિત રીતે સામેલ થયેલા ડેવિડ વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષનો પ્રતિબંધ મુક્યો હતો. જો કે ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતા IPL-૧૧મી સિઝનમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.