Not Set/ પાક ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા ફોડવાના બનાવો

નાપાક શાસકો ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરે તે તેના હિતમાં છે

Sports
ખેલદિલી ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા

ક્રિકેટનો અતિ રોમાંચક અને વિશ્વ માટે પણ હાઈ પ્રોફાઈલ ગણઆતો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ પ્રોફાઈલ મુકાબલો પૂરો થયો. વિશ્વકપ શરૂ થવાના અડધા સૈકાબાદ આવી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન પ્રથમ વખત ભારત સામે જીત્યું તેમાં ત્યાંના શાસકો અને પરિબળો જીતના ઉન્માદમાં આવી ગયા તો ભારતમાં રહેતા ભારતનું અનાજ ખાતા કેટલાક તત્વો પણ પોતાનું પાંચમી કતારીયાપણું બતાવવાની તક ચૂક્યા નહિં. પોતાની ગદારી બતાવી દીધી. પાકિસ્તાનમાં જીતના ઉન્માદમાં ગોળીબાર થયો તે તેની આંતરિક બાબત છે. પોતાના દેશની ટીમને શુભેચ્છા આપતી ઉજવણી કરવી તે તેને અધિકાર છે. પરંતુ ભારત વિરોધી સૂત્રોચ્ચારો કરવા અને પાકિસ્તાનના કેટલાક પ્રચાર માધ્યમોએ જે ભાષામાં ભારતની અને ભારતીય ટીમની ટીકા કરી છે તે વાત સાબીત કરે છે કે પાકિસ્તાન જીતને જીરવી શકતું નથી. અત્યાર સુધીમાં વિશ્વકપ વન ડેની સાત અને ટી-૨૦ ની પાંચ મળી કુલ ૧૨ એટલે કે તમામ મેચોમાં પાકિસ્તાનને ભારતે ધૂળ ચાટતું કર્યું છે. હરાવ્યું છે. અને આ જીતને જીરવી પણ જાણી છે. પાકિસ્તાન આતંકવાદ ભારતને પરેશાન કરી રહ્યા છે તેવે સમયે રમાયેલી આ મેચનો માત્ર ક્રિકેટ તરીકે લેવાઈ હોત તો સારૂ હોત. અધુરામાં પુરૂ હોય તેમ પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રસીદે પોતાની ટીમને અભિનંદન આપતી વખતે જે વાણી વિલાસ કર્યો તે ખેલદિલી અને ત્યાંના ગૃહમંત્રી તરીકેની પોતાની ગરીમા (જાે હોય તો) ઝાંખપ લગાડનારો છે.

jio next 5 પાક ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા ફોડવાના બનાવો

પાકિસ્તાનના ગૃહપ્રધાને વાણી વિકાસ કરતા કહ્યું કે પાકિસ્તાનની જીતથી સમગ્ર વિશ્વના મુસ્લીમો ખુશ છે. આનાથી આગળ વધીને એમ પણ કહ્યું કે ભારતના મુસ્લિમોની લાગણી પણ પાકિસ્તાનની સાથે હતી. આવાત યોગ્ય નથી. નાપાક ગૃહપ્રધાનને ભારતના મુસ્લિમો કે લાગણી બાબત એક શબ્દ બોલવાનો અધિકાર નથી. તેઓ પોતાના દેશમાં રહેતા કોઈપણ કોમ કે સમાજના લોકોને હાલત સંભાળે તો પણ ઘણું છે. બહું આગળ વધવાની જરૂરત નથી. આવા વિધાનો ભારતમાં ઉશ્કેરણી ફેલાવવાનો અને ભારતની આંતરિક બાબતોમાં માથુ કાઢવાનો પ્રયાસ છે. જાે કે પાકિસ્તાનની શાસકો ભલે પછી ઈમરાન હોય નવાઝ શરીફ હોય કે મિયા મુશરફ હોય આ બધા જ્યારે પોતે ભીંસમાં આવે છે ત્યારે ભારતની સામે ઝેર ઓકતા હોય છે. આ નવી વાત નથી. પોતાની પરંપરા જાળવી છે. પોતાની આદત જાળવી છે. તેતો ઠીક પણ ક્રિકેટ જેવી જેન્ટલમેન ગણાતી રમતના મળેલી એક માત્ર જીતને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ થાય તે વખોડવા પાત્ર અને નીંદનીય બાબત છે.

ખેલદિલી  ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા
૧૯૯૨માં ભારત સામે હારીને પણ પાકિસ્તાન ચેમ્પિયન બન્યું ત્યારે ભારતના ક્રિકેટરો અને રાજકારણીઓએ પાકને બીરદાવીને ખેલદિલી બતાવી હતી. આ વાત સાબિત કરે છે કે ભારત રમતને રમતની રીતે જ મૂલવે છે અને ખેલદિલી રાખે છે. રમતને અન્ય બાબતો સાથે જાેડવાનો જરા સરખો પણ પ્રયાસ થતો નથી. જ્યારે પાકિસ્તાને પ્રથમ વખત જીત મળી તેમાં મોટો મીર માર્યો હોય તેમ જીતને જીરવી શક્યું નથી. તે પણ હકિકત છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. જીતને જીરવવી અને હારને પચાવવી એ પણ એક આવડત છે. અને આ પ્રકારની આવડત પાકિસ્તાનમાં છે જ નહિ તેવું વધું એક પ્રસંગે બહાર આવ્યું છે.

ખેલદિલી  ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા
હવે બીજાે સવાલ એ છે કે અખબારી અહેવાલો પ્રમાણે પાકિસ્તાન ભારત સામેની મેચ જીત્યું ત્યારે કેટલાક વિસ્તારોમાં ચોક્કસ સમાજે ફટાકડા ફોડ્યા હતા. ભારતના વિસ્ફોટક બેટધર અને પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારવાનો અને અનેક મેચોમાં પાકિસ્તાનની ટીમને ધૂળ ચાટતી કરવાનું શ્રેય જેને જાય છે તે વિરેન્દ્ર સહેવાગે આકરા શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવાનો શું અર્થ ? ફટાકડા તો દિવાળીના પર્વ પર ફોડાય છે અને તે પણ કેટલાકને ગમતું નથી ?

ખેલદિલી  ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા
ટુંકમાં વિરેન્દ્ર સેહવાગે પોતાની આગવી સ્ટાઈલમાં આ રીતે ફટાકડા ફોડનારા તત્વની ઝાટકણી કાઢી છે. જ્યારે વિરેન્દ્ર સેહવાગના એક સમયના ઓપનીંગ સાથીદાર અને પાકિસ્તાન સામે ૨૦૦૭ના પ્રથમ વર્લ્ડ કપ જીતાડવામાં ેજની ચાવીરૂપ ભૂમિકા હતી તે ગૌતમ ગંભીરે તો અત્યાંત આકરી ભાષામાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારા તત્વોને આડે હાથ લીધા છે. ગૌતમ ગંભીર કહે છે કે ભારતમાં રહીને આ પ્રકારનું કૃત્ય કરવું તે કોઈ રીતે યોગ્ય પણ નથી અને વ્યાજબી પણ નથી. આ ક્યારે પણ ન ચલાવી શકાય. ન સહન થઈ શકે તેવી બાબત છે. ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરી છે. અને હાલ તે ભાજપના દિલ્હીમાંથી ચૂંટાયેલ સંસદ સભ્ય છે. તેમણે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવાની ચેષ્ટાને અત્યંત ગંભીર ગણાવી છે.

આ બન્ને ક્રિકેટરોની વાત જરાય ખોટી નથી. ભારતમાં રહીને ભારતનું અનાજ ખાતા. ભારતમાંથી પૈસા કમાતા પરિબળો પાકિસ્તાન જીતે ત્યારે ફટાકડા ફોડે તો તેને પાંચમી કતારીયા ન કહેવા તો બીજું શું કહેવું ? અંગ્રેજાેને મદદ કરનારા જયચંદો કે અમીચંદો ન કહેવા તો બીજાે ક્યો ઈલકાબ આપવો ? આ પણ એક મહત્વની બાબત છે. કમનસીબે આજ દિવસોમાં ગાંધીધામ બી.એસ.એફ.માં ફરજ બજાવતો કાશ્મીરી યુવાન પાકિસ્તાન માટે જાસુસી કરતા ઝડપાયો તો આંધ્રમાં પણ એક જવાન પાકિસ્તાન માટે જાસુસી કરતો હોવાની વાત બહાર આવી.

3200 પાક ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા ફોડવાના બનાવો
આ બનાવનું તાત્પર્ય માત્ર એટલું જ કાઢી શકાય કે ભરાતના સુરક્ષા દળો સુધી જાસુસી જાળ પહોંચેલી છે તેમાંય ભારતના નાગરિકો ભલે પછી ગમે તે સમાજના હોય પણ તે કાયમી ભારત સાથે દુશ્મનાવટ રાખતા દેશ માટે જાસુસી કરતા ઝડપાય તે વાત કેટલા અંશે વ્યાજબી છે ? ભારતમાં રહીને દુશ્મન દેશની ભાટાઈ કરવા ફટાકડા ફોડવા અને બીજી બાજુ જાસુસી પણ કરવી તે કેટલે અંશે યોગ્ય છે. ?
ભારત ઉદાર દેશ છે ભારત માનવતાવાદી અભિગમ અને સંસ્કૃતિ ધરાવે છે. ભારતમાં રહેતો પ્રત્યેક નાગરિક ભારતીય છે તેવો આપણો અભિગમ છે તમામને સમાન અધિકારો મળે છે. ભારતમાં કોઈપણ સમાજ કે કોમના લોકો ઉંચા હોદ્દા મેળવે છે. આજે પણ ઘણા મહાનુભાવો આવા હોદ્દા પર બીરાજમાન છે. ભારત અનેકતામાં એકતા ધરાવતો દેશ છે. ત્યારે ભારતની એકતામાં સુરંગ ચાંપવાનો પાકિસ્તાનનો કે ભારતમાં રહેતા તેના પાંચમી કતારિયાઓનું કૃત્ય કોઈ રીતે વ્યાજબી નથી. યોગ્ય પણ નથી ભારતમાં રહી ભારત વિરોધી પ્રવૃતિ કરનારા ભલે પછી ગમે તે સમાજના હોય તેને માફ કરી શકાય નહિ આ બનાવ અંગે સત્તાધારી પક્ષે તો પગલાં ભરવા જ જાેઈએ પરંતુ તેની સાથો સાથ વિપક્ષો પણ આવી બાબતો અંગે પોતાનું મોઢું ખોલવાની જરૂર છે. આ પ્રશ્ન કોઈ દેશનો નથી. રાષ્ટ્રનો છે. તે વાત સમજવી જ પડશે.
મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…

દિવાળી 2021 / દ્વારકાધીશ ના જગત મંદિર ખાતે ઉજવાશે દિપોત્સવ ઉત્સવ