Hockey Asia Cup 2023/ ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવી ભારત બન્યું ચેમ્પિયન

હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ તો બીજી તરફ હોકીમાં એશિયા કપને ચેમ્પિયન મળી ગયો છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો બરાબરી પર હતી. જ્યારે પેનલ્ટી શૂટઆઉટ […]

Top Stories Sports

હોકી એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ તો બીજી તરફ હોકીમાં એશિયા કપને ચેમ્પિયન મળી ગયો છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું.

નિર્ધારિત સમય સુધી બંને ટીમો બરાબરી પર હતી. જ્યારે પેનલ્ટી શૂટઆઉટ થયું ત્યારે ગુરજીત સિંહ અને મનિન્દર સિંહે 2 ગોલ કરીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. હોકી એશિયા કપ 2023ની ફાઇનલ મેચ જીતીને, ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપ 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. હવે ભારતીય હોકી ટીમ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે.

પાકિસ્તાન આગળ વધી રહ્યું હતું

હોકી એશિયા કપ 2023 ઓમાનમાં રમાયો હતો. ફાઈનલ મેચ જીતવા માટે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. હાફ ટાઈમના અંતે પાકિસ્તાન 3-2થી આગળ હતું. ત્યાર બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને સ્કોર બરાબરી કરી.

ભારતીય ટીમના હોકી એશિયા કપ 2023ની ફાઈનલની શરૂઆત પહેલા બીસીસીઆઈએ હોકી ટીમને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. આ પછી હોકી ઈન્ડિયાએ જવાબ આપ્યો કે અમે એશિયા કપ જીતી લીધા છે, હવે તમારો વારો છે.

આ પણ વાંચો: G-20 Summit/ ભારત મંડપમમાં બેસશે આ મોટા વૈશ્વિક નેતાઓ, આતિથ્યની આવી ભવ્ય વ્યવસ્થા; દુનિયા યાદ રાખશે

આ પણ વાંચો: Gujarat Politics/ CMO ઓફિસમાં મોટો હોબાળો, જોઈન્ટ સેક્રેટરીને હટાવ્યા, PMOમાંથી આવ્યો  આદેશ

આ પણ વાંચો: Ahmedabad Swaminarayan Temple/ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીનું અપમાન, સનાતની સંતોનો રોષ ચાલુ