indian cricket/ ભારતને આજે ન્યૂઝીલેન્ડને હરાવી ટી-20 પછી વન-ડેમાં પણ નંબર વન થવાની તક

ભારત ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચ જીતશે તો ટી-20 પછી વન-ડેમાં પણ નંબર વન બનશે. આટલું જ નહી. ભારતની ટીમ વન-ડે ઇતિહાસમાં ત્રીજી વખત ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરશે.

Top Stories Sports
Indian cricket
  • ભારતે 2010માં ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટ વોશ કર્યો હતો
  • ભારતે સૌપ્રથમ 1988માં ન્યૂઝીલેન્ડનો 4-0થી વ્હાઇટ વોશ કર્યો હતો
  • અંતિમ મેચ જીતતા ભારત ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને પાછળ છોડી વન-ડેમાં નંબર વન થશે

Indian Cricket ભારત ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચ જીતશે તો ટી-20 પછી વન-ડેમાં પણ નંબર વન બનશે. આટલું જ નહી. ભારતની ટીમ વન-ડે ઇતિહાસમાં ત્રીજી વખત ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરશે. 13 વર્ષ પહેલા 2010માં ભારતે ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં આ પ્રકારનું પરાક્રમ કરતાં ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટ વોશ કર્યો હતો. તેના પહેલા ટીમ ઇન્ડિયાએ 1988માં ચાર વન-ડેની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યુ હતુ. Indian Cricket વર્તમાન સિરીઝની પ્રથમ બંને વન-ડે જીતીને ભારત 2-0ની સરસાઈ ધરાવે છે.

વન-ડેમાં હાલમાં ઇંગ્લેન્ડ નંબર-વન પર છે. ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને અને ભારત ત્રીજા સ્થાને છે. વન-ડે રેન્કિંગ લિસ્ટમાં ત્રણેય ટીમના પોઇન્ટ એકસરખા એટલે કે 113 છે. પણ ડેસિમલ પોઇન્ટના લીધે ઇંગ્લેન્ડની ટીમ પહેલા નંબર છે. હવે ભારત આ મેચ જીતે તો તેના 114 પોઇન્ટ થતાં તે વન-ડે રેન્કિંગમાં પહેલા ક્રમે બિરાજશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે રમાઈ રહી છે. આ વન-ડેમાં ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધા પછી ઓપનિંગમાં રોહિત શર્મા અને શુબમન ગિલે વધુ એક સેન્ચુરી પાર્ટનરશિપ નોંધાવી છે. આ સાથે બંનેએ છેલ્લી છમાંથી પાંચ વન-ડે ઇનિંગ્સમાં અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન રોહિત શર્મે ઓપનિંગમાં બેટિંગ શરૂ કરવાને દસ વર્ષ પૂરા કર્યા છે. રોહિત શર્માએ ઓપનિંગમાં 55ની સરેરાશે અને 93ની સ્ટ્રાઇક રેટે 7,300થી પણ વધુ રન કર્યા છે. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરતા મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપ્યો છે. તેમના સ્થાને યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પણ એક ફેરફાર કરતા હેનરી શિપ્લેના બદલે જેકોબ ડફીને લીધો છે.

ભારત તરફથી પ્રથમ વન-ડેમાં શુબમન ગિલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તે ભારત તરફતી સૌથી નાની વયે અને સૌથી ઝડપી બેવડી સદી કરનારો બેટ્સમેન બન્યો હતો. તેની આક્રમક બેટિંગના સથવારે ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 349 રન કર્યા હતા. જો કે ન્યૂઝીલેન્ડે પણ વળતો પ્રહાર કરતા બ્રેસવેલની તોફાની બેટિંગના સથવારે 337 રન કર્યા હતા.

અમેરિકન ફૂટબોલ ટીમ ખરીદવા માટે જેફ બેઝોસ વોશિંગ્ટન પોસ્ટ વેચશે

Gun Firing In USA/ અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર, કેલિફોર્નિયામાં સાત,આયોવામાં બે લોકોના મોત

NASA બનાવી રહ્યું છે એવું રોકેટ જે માત્ર 45 દિવસમાં મંગળ પર પહોંચી જશે! જાણો વિગત