કૃષિ આંદોલન/ અન્ય વિષય ઉપર બોલવામાં સાવધાની માટે સચિનતેંડુલકરને શરદ પવારની સલાહ

ખેડૂત આંદોલન વિશે વિદેશી હસ્તીઓની દખલગીરી સામે કરેલા ટ્વિટ બાદ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની તરફેણમાં વધુને વધુ લોકો આગળ આવી રહ્યા છે, લોકો તેને ક્રિકેટના ભગવાન માને છે,

Top Stories India
1

ખેડૂત આંદોલન વિશે વિદેશી હસ્તીઓની દખલગીરી સામે કરેલા ટ્વિટ બાદ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની તરફેણમાં વધુને વધુ લોકો આગળ આવી રહ્યા છે, લોકો તેને ક્રિકેટના ભગવાન માને છે, તેની સાથે સાથે સચિનની લોકોના દિલમાં ખાસ જગ્યા છે. થોડા દિવસ પહેલા તણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં બહારના વ્યક્તિઓએ ન ઘુસવુ જોઈએ. ભારતીયો જ ભારતીયો વિશે વિચારમાં સક્ષમ છે. સચિન તેંદુલકરના આ ટ્વિટ ઉપર હવે ભારે વિવાદ થઈ રહ્યો છે. હવે સચિનના આ ટ્વીટ અને લોકપ્રિયતા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે સચિનને પોતાના વિષયને છોડીને અન્ય કોઈ વિષય ઉપર બોલવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.

Image result for image of sharad pawar and sachin tendulkar

Statement / અયોધ્યામાં રામ મંદિર નહી પણ વિહિપનું કાર્યાલય બની રહ્યુ છે : શંકરાચાર્ય

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શરદ પવારે શનિવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરતા સચિન તેંદુલકર અને લતા મંગેશકરે ખેડૂત આંદોલનને લઈને નિવેદન ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરતા નામ લીધા વગર કહ્યું હતું કે, આંદોલને લઈને જે લોકોએ પોતાનો મત આપ્યો છે તે તેનાથી જનતા નારાજ છે. તેણે કહ્યું હતું કે ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે સત્તાધારી દળના નેતા ક્યારેક આંદોલનકારીઓને ખાલિસ્તાની કહે છે તો ક્યારે કંઈ બીજુ કહે છે અને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.

Image result for image of sharad pawar and sachin tendulkar

Delhi / પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર

આ ઉપરાંત શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, ખુબ જ મહેનત કરીને આ દેશને અનાજ આપીને આત્મનિર્ભર કરનારા ખેડૂતોનું આ આંદોલન છે. ખેડૂતોને બદનામ કરવા સારી વાત નથી. પવારે જે કૃષિમંત્રી સમય પત્ર લખ્યો હતો તે પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને સફાઈ આપતા કહ્યું હતું કે તેઓએ કમિટીના રિપોર્ટ પછી દરેક રાજ્યને પત્ર લખ્યો હતો. એવું એટલા માટે કર્યું કારણ કે કૃષિ રાજ્યનો વિષય છે. દિલ્હીમાં બેસીને તેના માટે કાયદા બનાવવાની જગ્યાએ રાજ્ય સાથે વાત કરવી જોઈએ. એટલા માટે દરેક રાજ્યને પત્ર લખ્યો હતો. જેની આ લોકો વાત કરી રહ્યા છે.

PM Modi / વડાપ્રધાન મોદી આજે અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર, અનેક યોજનાઓનો શિલાન્યાસ

વધુમાં શરદ પવારે ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટી રીતે કાયદો લાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમ જણાવ્યું હતું કે અમારો ત્યારે આ પ્રકારે કાયદા બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. કૃષિમંત્રી તોમરને કદાચ એ વાતનો ખ્યાલ નથી કે તે જે પત્રની વાત કરી રહ્યા છે. શરદ પવારે ચિંતા વ્યક્ત કરતા કરતા કહ્યું કે, તે તોમરનો અનાદર નથી કરતા પરંતુ ખેડૂત આંદોલનને લઈને ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને હસ્તક્ષેપ ન કરવું જોઈએ. આ જરૂરી થઈ ગયું છે. શરદ પવારે કહ્યું કે પ્રધાનમંત્રી પોતા અથવા તો રક્ષામંત્રી રાજનાથસિંહ અથવા તો નિતિન ગડકરીને આ જવાબદારી સોંપવામાં આવવી જોઈએ જેનાથી આંદોલનનું કોઈ નિરાકરણ આવી શકે.

OMG! / એક કિશોર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને કેન્યાથી બ્રિટન પહોંચ્યો,અને પછી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…