દેશમાં આજે મોંઘવારીની માર સહન કરી રહેલા લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આવતી કાલથી અમૂલ દૂધ મોંઘુ થવા જઇ રહ્યુ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આજે દૂધનાં ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કર્યો છે.
અમૂલ દૂધનાં ભાવમાં થયેલો 2 રૂપિયાનો વધારો આવતી કાલથી અમલમાં આવશે. આપને જણાવી દઇએ કે, આ ભાવ વધારો ગુજરાત, મુંબઈ, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં અમલમાં આવશે. છેલ્લા 6 મહિનામાં આ બીજીવાર ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો નવો ભાવ 28 રૂપિયા રહશે. જ્યારે અમૂલ તાજાનો 500 ગ્રામનો ભાવ 22 રૂપિયા રહેશે. જો કે અમૂલ શક્તિમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.