જીવલેણ હુમલો/ મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો

મહેસાણાના એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર ધારિયા, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others Trending
Untitled 126 મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો
  • મહેસાણાઃ પલીયડ ગામનો બનાવ
  • ચાર શખ્સોએ કર્યો હથિયારો સાથે ખૂની હુમલો
  • પરિણીતાના ભગાડી જવા મુદ્દે કરાયો હુમલો
  • પરિણીતાને પાછી લાવી આપવા કહેતા હુમલો
  • પરિણીતાને ભગાડી જનારના ભાઈનો ખૂની હુમલો
  • માથાના ભાગે ધારીયા અને ધોકાના ફટકા માર્યા
  • હત્યાના પ્રયાસમાં બે શખ્સો ઘાયલ
  • મહેસાણા તા.પો.સ્ટે.માં નોંધાઇ પો.ફરિયાદ

કલોલના પલીયડથી વેડા ગામ તરફ જતા રોડ પર ચાર લોકોએ ગામની યુવતીને ભાગી જવામાં મદદ કરીહોવાની શંકા રાખી મહેસાણાના એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર ધારિયા, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.જે બાદ કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના લાખવડ ગામના 24 વર્ષીય જનક ખોડભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી, જેઓ પશુપાલન કરે છે અને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. બે દિવસ પહેલા જનક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ગણેશ સોસાયટીમાં રહેતા માસા ગાબુભાઈ હીરાભાઈ રબારીના ઘરે ગયો હતો.

એ વખતે તેના ગામના હાલ સાલડી ગામમાં રહેતા ભરતભાઈ અભાભાલ રબારીએ ગઈકાલે ફોન કરીને કહેલું કે તારે ગાયની જરૂર હોય તો સાલડી ગામની બાજુમાં આવેલ વેડા ગામ ખાતે એક ગાય વેચવાની છે. આથી ગાય જોવા માટે જનક અમદાવાદ થી વેડા ગામ જવા માટે નિકળ્યો હતો.

પલીયડથી વેડા ગામ તરફ જતી વખતે બે બાઈક ઉપર જોટાણા તાલુકાના મીઠાગામ ચારેક જણા જનકના એકટીવાની આગળ આવીને ઊભા થઈ ગયા હતા. જે પૈકીના સાગર અમરતભાઈ રબારીના હાથમાં ધારિયું હતું. જેણે જનકને પૂછેલ કે તું લાખવડ ગામનો છે. જેથી તેણે હા પાડતાં જ ચારેય જણા આજુબાજુ ઉભા રહી ગયા હતા.

બાદમાં તમારા ગામનો અક્ષય કનુભાઈ કહેવા લાગ્યો કે રબારી અમારા ગામની યુવતીનું અપહરણ કરી ગયો છે. આથી સાગર રબારી, રાહુલ કરશનભાઈ રબારી સહિત ચારેય લોકોએ જનક પર લાકડીઓ, લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને જનકને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. આથી જનકે રખડતા રાહદારીઓની વચ્ચે પડીને તેને વધુ મારથી બચાવ્યો હતો.

હુમલામાં માથા અને શરીરે ઇજા થતાં જનકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જનકની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે સાગર રબારી, રાહુલ રબારી અને અન્ય ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો

આ પણ વાંચો:આવકવેરા વિભાગની ધમધમાટી, વડોદરાના મોટો બે ગ્રુપ બોલાવ્યો સપાટો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 32 કરોડના કોકેઇનના જથ્થા સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ

આ પણ વાંચો:વડોદરામાં આઇસરેની ટક્કરથી કારનો થયો કચરઘાણ, ત્રણના ઘટનાસ્થળે જ મોત