Not Set/ કિસાન સંઘ દ્વારા ખેડૂતની સમસ્યાને લઈને યોજાઈ સભા,નિકાલ નહિં આવે તો અગામી દિવસમાં આંદોલનની આપી ચીમકી

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોની સમસ્યાને લઈને ખેડૂતોની સભા યોજાઈ હતી. એપીએમસી માર્કેટમાં સભાબાદ રેલી નીકળી શહેરના માર્ગો પર સુત્રોચ્ચાર કરતી કલેકટર કચેરી પહોચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સંઘ દ્વારા ૧૦ જેટલી માંગણીઓ કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું અને માગણી કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ […]

Gujarat Others Videos
mantavya 168 કિસાન સંઘ દ્વારા ખેડૂતની સમસ્યાને લઈને યોજાઈ સભા,નિકાલ નહિં આવે તો અગામી દિવસમાં આંદોલનની આપી ચીમકી

સાબરકાંઠા,

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોની સમસ્યાને લઈને ખેડૂતોની સભા યોજાઈ હતી. એપીએમસી માર્કેટમાં સભાબાદ રેલી નીકળી શહેરના માર્ગો પર સુત્રોચ્ચાર કરતી કલેકટર કચેરી પહોચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સંઘ દ્વારા ૧૦ જેટલી માંગણીઓ કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું અને માગણી કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ સીધા કિસાનોના ખાતામાં પ્રતિ એકરે રૂ ૧૦ હજાર જમા કરવામાં આવે, કૃષિક્ષેત્રની જુદી જુદી ચીજ વસ્તુઓ ઉપર લગાવેલ જીએસટી સંપૂર્ણ પણે રદ કરવામાં આવે, પાક વીમા યોજના કોઈ પણ સંજોગોમાં ફરજિયાત કરીને તેની અનેક ખામીઓ દુર કરવી અને હાલ પાક વિમાની રકમની ચુકવણી કરવા સહીતની માંગણી કરી હતી.