રાજકોટ
રાજકોટમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ બંને 20 દિવસ પહેલા ભાગી હતા. જેમાં મૃતક પ્રમીકાની ઉમર 16 વર્ષની હતી. જે બાદ આજે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. રાજકોટના ફોર્ચ્યુન હોટેલની બહાર આવેલા તિરુપતિ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની બહાર એક યુવકે અન યુવતીએ મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની તપાસ પ્રમાણે, આ યુવકે આંબેડકર નગર 14માં રહેતો જયેશ ચન્દ્રપાલ જેની ઉંમર 20 વર્ષની છે અન તેણી જ બાજુની સોસાયટીમાં રહેતી ગાયત્રી જેની ઉંમર 16 હોવાનું બહાર આવ્યું છે. આ બંન્ને પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગી ગયા હતા.
મહત્વની વાતએ છે કે, બંને પ્રેમી પંખીડાઓ એક જ જ્ઞાતિના હતાં. પણ યુવતીની ઉંમર નાની હોવાના કારણે પરિવારજનોએ હાલ લગ્ન નહિ થઈ શકે તેવું કહ્યું હતું, તેથી બંને પ્રેમિપંખીડાઓ એકબીજાના વિરહ જીરવી ન શકતા આત્મહત્યાનું પગલું ભર્યું હતું. બંને પ્રેમી યુગલે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા જેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
