Not Set/ પ્રેમના દિવસને લવ-જેહાદ સાથે જોડી બજરંગદળના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ, પ્રેમી યુગલોને ભગાડ્યા

અમદાવાદ, આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આ દિવસને પ્રેમનું પ્રતિક તરીકે મનાવવામાં આવતું હોય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમીપંખીડાઓ આ દિવસની કઈક અલગ રીતે ઉજવણી કરતા હોય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બુધવારે રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રેમીપંખીડાઓને ભગાડવામાં આવી રહ્યા છે. કેટલાક નૈતિક […]

Top Stories
DV ZNZCWAAAHAw4 પ્રેમના દિવસને લવ-જેહાદ સાથે જોડી બજરંગદળના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ, પ્રેમી યુગલોને ભગાડ્યા

અમદાવાદ,

આજે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. આ દિવસને પ્રેમનું પ્રતિક તરીકે મનાવવામાં આવતું હોય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમીપંખીડાઓ આ દિવસની કઈક અલગ રીતે ઉજવણી કરતા હોય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બુધવારે રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રેમીપંખીડાઓને ભગાડવામાં આવી રહ્યા છે. કેટલાક નૈતિક પોલીસના સ્વરૂપમાં બજરંગદળના કાર્યકર્તાઓ હાથમાં કેસરી પાઈપો લઈને વિરોધ માટે દોડી આવ્યા હતા અને યુગલોને તેમનો દબંગ અંદાજ બતાવ્યો હતો.

વિરોધ દરમિયાન રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને બજરંગદળના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં લવ-જેહાદના નામે પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં ૧૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બજરંગદળ એક કાર્યકર્તાએ આ વિરોધ અંગે જણાવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે એ આપણા દેશને ખરાબ કરવાનું કાર્ય છે. આ દિવસથી સંસ્કુતિને નુકશાન પહોચે છે તે અમે ચલાવી લઈએ નહીં. અમે અમારી સંસ્કુતિને તેમજ અમારી માતા-બહેનોને બચાવવા માટે અમે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. ભલે પછી પોલીસ અધિકારી આવીને અમારી ધરપકડ કરે તેમ છતાં પણ અમે દેશભરમાં વેલેન્ટાઈન ડેનો વિરોધ કરીશું.

મહત્વનું છે કે, દર વર્ષે પણ આ જ પ્રમાણે બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓ નૈતિક પોલીસ બનીને પ્રેમીયુગલોને હેરાન-પરેશાન કરતા હોય છે. ત્યારે અવાર નવાર બનતી આ ઘટનાઓથી સવાલો ઉભા થયા છે કે શું આ મોરલ (નૈતિક) પોલીસ બનીને આવતા વ્યક્તિઓ જ દેશના લોકોને જીવવા માટે માપદંડો નક્કી કરશે. આ જ લોકો આપણી રહેણી કરણી, પોષક, ક્યાં ફરવું, ક્યાં જવું નક્કી કરશે. આ ઘટનાઓ બાદ માંગ ઉભી થઇ રહી છે કે આ લોકો વિરુધ સ્થાનિક પ્રસાશન દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે.