Tech News/ એલોન મસ્કે જનતાને પૂછ્યું, શું CEO પદ પરથી રાજીનામું આપું? મળ્યો આ જવાબ

આ વખતે તેણે પોતાના પદ પર ચાલુ રહેવા પર સવાલ ઉઠાવ્યો છે. તેણે લોકોને પૂછ્યું છે કે શું તેણે ટ્વિટરના CEO પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ ટ્વીટ બાદ લોકોએ પણ આ મતદાનમાં…

Top Stories Tech & Auto
Elon Musk resign CEO

Elon Musk resign CEO: એલોન મસ્કે હવે અન્ય એક પોલ દ્વારા લોકો પાસેથી જવાબ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે પોતાના પદ પર ચાલુ રહેવા પર સવાલ ઉઠાવ્યો છે. તેણે લોકોને પૂછ્યું છે કે શું તેણે ટ્વિટરના CEO પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ ટ્વીટ બાદ લોકોએ પણ આ મતદાનમાં જોરદાર પ્રતિક્રિયા આપી છે. અત્યાર સુધીમાં લગભગ 58 ટકા લોકોએ રાજીનામા અંગે હામાં જવાબ આપ્યો છે. અને 42 ટકા લોકોએ નકારાત્મક જવાબ આપ્યો છે. આ પહેલા પણ તેઓ અનેક પોલ જનતાની સામે મૂકી ચૂક્યા છે. તેઓ હવે લોકોના અભિપ્રાય લઈને નિર્ણય લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટ્વિટરના નવા માલિક બનેલા એલોન મસ્ક સતત નવા નિર્ણયો લઈને લોકોને ચોંકાવી રહ્યા છે. તાજેતરમાં તેણે ટ્વિટરના બ્લુ ટિકને લગતા ફેરફારો કર્યા છે. તેઓએ આ માટે સબ્સ્ક્રિપ્શન ફી નક્કી કરી છે. આ ફી નક્કી કરવા માટે તેણે પોલનો સહારો પણ લીધો હતો.

મસ્કે રવિવારે સવારે 4.50 વાગ્યે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લોકોને પૂછ્યું કે શું તેમણે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ? આ ટ્વિટ બાદ લોકોએ ટ્વિટર પર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આ ટ્વીટને લગભગ 1 લાખ 30 હજાર લોકોએ રીટ્વીટ કર્યું છે.  80 લાખથી વધુ લોકોએ તેના માટે મતદાન કર્યું છે. જેમાં 58 ટકા લોકો રાજીનામાના પક્ષમાં જોવા મળ્યા હતા. અને 42 ટકા લોકોએ નકારાત્મક જવાબ આપ્યો.

મસ્કે આ સાથે ટ્વિટરમાં મોટા ફેરફાર અંગે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં મોટા નીતિગત ફેરફારોને લઈને ટ્વિટર પર વોટિંગ સપોર્ટ લેવામાં આવશે. લોકોની માફી માગતા તેમણે કહ્યું કે આવું ફરી નહીં થાય. તાજેતરમાં Instagram, Facebook અને Mastodon જેવા સોશિયલ મીડિયાનો પ્રચાર કરતા ટ્વિટર એકાઉન્ટ્સ ટ્વિટર પર પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમને અવરોધિત કર્યા.  એલોન મસ્કે એક દિવસ પહેલા કેટલાય પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા હતા. આ નિર્ણય બાદ તેમની આલોચના શરૂ થઈ ગઈ હતી, જે બાદ આ ખાતાઓને ફરી શરૂ કરવામાં આવ્યા હતા. હવે એલન મસ્કે પણ બ્લુ વેરિફાઈડને લઈને નવા ફેરફારો કર્યા છે.

આ પણ વાંચો: અધુરી કેનાલ પુર્ણ કરવા માંગ/સુરેન્દ્રનગર જીલ્લાના આ ગામોમાં નર્મદા નહેર એક સોભાના ગાઠીયા સામાન