Good News!/ મંતવ્યન્યૂઝ હવે નિહાળો ટાટાસ્કાય પર, જાણી લો ચેનલ નંબર

ટાટાસ્કાય ચેનલનંબર – 1732 પર દર્શકો આ ચેનલ નિહાળી શકશે. મંતવ્યન્યૂઝનો હજી તાજેતરમાં જ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે

Top Stories Trending
A 175 મંતવ્યન્યૂઝ હવે નિહાળો ટાટાસ્કાય પર, જાણી લો ચેનલ નંબર

મંતવ્યન્યૂઝને મળેલાં દર્શકોના અતૂટ સહકારના કારણે વધુ એક સિદ્ધ હાંસલ થઇ છે. આજથી મંતવ્યન્યૂઝ ચેનલ દર્શકો ટાટાસ્કાય પર નિહાળી શકશે. ટાટાસ્કાય ચેનલનંબર – 1734 પર દર્શકો આ ચેનલ નિહાળી શકશે. મંતવ્યન્યૂઝનો હજી તાજેતરમાં જ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજદિન સુધી કેબલ નેટવર્ક પર દર્શકો નિહાળી શકતાં હતા, તેમાં વધુ એક સિદ્ધિનું સોપાન મંતવ્યન્યૂઝે સર કર્યું છે. આજથી મંતવ્યન્યૂઝે ડીટીએચમાં પ્રવેશ કર્યો છે અને ટાટાસ્કાય ઉપર હવે આપ મંતવ્યન્યૂઝ ચેનલ નિહાળી શકશો. મંતવ્યન્યૂઝના દર્શકોએ અત્યાર સુધી આપેલો સહકાર આગળના સમયમાં પણ આપતાં રહેશો.

આપ આપના વિસ્તારના, શહેર-તાલુકા-જિલ્લા કે ગામના કોઇપણ સામાજિક-રાજકીય-ધાર્મિક કોઇપણ પ્રકારના સમાચાર, આપના વિસ્તારની સમસ્યા કે આપના વિસ્તારના વિકાસની વાત કે આપની વ્યથા જે સત્તાધીશોના કાન સુધી પહોંચાડવાની હોય તે આપ પહોંચાડતાં રહ્યાં છો અને હવે જ્યારે સ્પર્ધાત્મક યુગમાં આધુનિક રીતે ટાટાસ્કાય પર ચેનલ પ્રસારણ થઇ રહી છે ત્યારે મંતવ્યન્યૂઝની જવાબદારી વધી છે અને આપના સુધી વધુ નજીક પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અંગે આપના કોઇપણ હકારાત્મક સૂચન હોય તો પણ મંતવ્યન્યૂઝ તેને આવકાર આપશે. આપના સમાજોપયોગી કાર્યને પણ મંતવ્યન્યૂઝ આવકાર આપે છે. આપનો અગાઉ મળ્યો છે તેવો અવિરત સહકાર મળતો જ રહેશે.

આપ દર્શકોના સહકારના કારણે મંતવ્યન્યૂઝ આ સિદ્ધિ સુધી પહોંચી શક્યું છે. આજે ટાટાસ્કાય પર ચેનલ આવતાં જ મંતવ્યન્યૂઝના મેનેજમેન્ટ  અને એડિટર ઇન ચીફ અને મંતવ્યન્યૂઝ ચેનલની ઓફિસ પર પણ અભિનંદનની મોબાઇલની ઘંટડી સતત રણકતી રહી છે અને દર્શકોની શુભેચ્છાની વર્ષા પણ થઇ છે.ત્યારે હવે આ સહકારને આગળ ધપાવવા વધુ ને વધુ સહકાર આપતાં રહેશો.મંતવ્યન્યૂઝ મેનેજમેન્ટ આ માટે સતત આપને સહકાર આપવા તત્પર રહેશે.

આપના સાચા પ્રશ્નોને વાચા આપવામાં અને સામાજિક સમસ્યાને નિવારવામાં મંતંવ્યન્યૂઝ હંમેશા પહેલ કરતું આવ્યું છે.હવે જ્યારે ટાટાસ્કાયના દર્શકો આ ચેનલ નિહાળવ સામેલ થયા છે ત્યારે અમારી જવાબદારી વધી છે..નેટવર્ક ટીવી ઉપરાંત ડીજીટલ વેબમાં પણ અગ્રેસર રહ્યું છે. આપના સહકારથી મંતવ્યન્યૂઝ આ પડકારમાં પણ સફળ થશે અને વધુ ને વધુ દર્શકો સુધી મંતવ્યન્યૂઝ ફૂલે-ફાલે અને આપનો સહકાર મળતો રહે તે  આશા મંતવ્યન્યૂઝ દર્શકો પાસે રાખે છે.