Rajkot/ શિવાનંદ હોસ્પિટલની આગ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી લાગી,તપાસનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય : કલેકટર રેમ્યા મોહન

રાજકોટની શિવાનંદ કોઈ હોસ્પિટલમાં આગજનીની ઘટનામાં કોવિડ વિભાગમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના આગમાં ભુંજાઇ જવાથી મોત નિપજ્યા હતા. આ બાબતે આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારી ડોક્ટર રાહુલ ગુપ્તાની આગેવાનીમાં બપોરે મિટિંગનો દોર શરૂ થયો હતો

Top Stories Gujarat Rajkot
a 229 શિવાનંદ હોસ્પિટલની આગ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી લાગી,તપાસનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય : કલેકટર રેમ્યા મોહન

રાજકોટની શિવાનંદ કોઈ હોસ્પિટલમાં આગજનીની ઘટનામાં કોવિડ વિભાગમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓના આગમાં ભુંજાઇ જવાથી મોત નિપજ્યા હતા. આ બાબતે આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારી ડોક્ટર રાહુલ ગુપ્તાની આગેવાનીમાં બપોરે મિટિંગનો દોર શરૂ થયો હતો જેમાં કોરોનાના કેસો વધ્યા છે તે બાબતના પગલાં વગેરે માટે પણ મહત્વના નિર્ણયો લેવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને હોસ્પિટલની ઘટના સંબંધિત પત્રકારોને માહિતગાર કર્યા હતા.

કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ આવી રહ્યું છે પરંતુ સાચી બાબતની તપાસ હાથ ધરવામાં આવશે. આ માટે અધિકારીઓ એફ.એસ.એલ રિપોર્ટ કરશે. તેમજ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ નિર્ણય પર આવી શકાશે.આ ઉપરાંત અન્ય તમામ હોસ્પિટલોમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી છે. આમ છતાં આજે અધિકારીઓની કોર કમિટી બાબત ચોક્કસ પગલાં હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર બંને અધિકારીઓ આગની ઘટના કારણમાં હોસ્પિટલમાં નિયમ પ્રમાણે પ્રાથમિક સુવિધા વ્યવસ્થા હતી કે કેમ તે અંગે પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ ન બને તે માટે અધિકારીઓ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આગનો પ્રારંભ આઈસીયુ વિભાગથી થયો હતો અને ત્યારબાદ ધીમેધીમે હોસ્પિટલના અન્ય વિભાગો સુધી પહોંચી હતી. રાજ્ય સરકારે નિમેલા તપાસ અધિકારી અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ પણ આજે બપોરે રાજકોટ આવી અને સીધા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેઓની સાથે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને સહકાર આપશે. તમામ નિરીક્ષણ બાદ સાંજે એકે રાકેશ દ્વારા તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજી અને વધુ પ્રકાશ પાડવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…