અમદાવાદ: બાવળા પોલીસે ગુરુવારે સાંજે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા-ધેધલ ચોકડી પાસે એસિડ ટેન્કરની અંદરના ખાડામાંથી રૂ. 25.50 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) જપ્ત કર્યો હતો. આમ અમદાવાદમાં હવે ટેન્કરોની અંદર દારૂની હેરાફેરી થવા લાગી છે.
બાવળાના પોલીસ કોન્સ્ટેબલ મેરુભા ડોડિયાએ તેમની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ના એક પોલીસકર્મીએ તેમને દારૂ લઈ જતી ટ્રક વિશે સૂચના આપી હતી. બાવળા પોલીસે પાછળથી અટકાવીને ટેન્કરની તપાસ કરી હતી. ટેન્કરના ડ્રાઈવર તથા ઉદયપુરના રહેવાસી 34 વર્ષના ચાંદમલ મેનાની ધરપકડ કરવામાં આવી હતી.
હવે પોલીસ માટે સવાલ એ ઉદભવ્યો છે કે રાજસ્થાનથી દારૂ છેક અમદાવાદ સુધી પહોંચ્યો ત્યાં સુધી કેમ કોઈની પક્કડમાં ન આવ્યો. તેથી આ દારૂના મૂળ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે ડ્રાઇવરની વ્યાપક પૂછપરછ દ્વારા તેમને દારુના પુરવઠાના આ રુટ અંગે પૂરતી માહિતી મળી રહેશે. તેની સાથે આ વિગત દારુના પુરવઠાના અન્ય રુટોની પણ માહિતી પૂરી પાડશે તેમ જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
