Rajkot News: રાજકોટ (Rajkot)નાં મહીકા ગામમાં 4 એકર સરકારી જમીન (Govt. Land) પર સરકારી પ્લોટનું બારોબાર વેચાણ કરી 40 કરોડની જમીન પર સોસાયટી ઉભી કરી દેવાઈ હતી. તાલુકા મામલતદારનાં ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ ખુલ્યું છે. મકાનધારકોને નોટિસ ફટકારી જમીન ખાલી કરી દેવા જણાવ્યું છે.

રાજકોટ જીલ્લાનાં મહીકા ગામમાં સરકારી પ્લોટનું બારોબાર વેચાણ કર્યાનું મસમોટું કૌભાંડ ખુલ્યું છે. 4 એકર સરકારી જમીન પર 300 પ્લોટ બારોબાર વેચી દેવાયા હતા. 40 કરોડની જમીન પર શિવમ પાર્ક સોસાયટી ઉભી કરી દેવાઈ હતી. તાલુકા મામલતદારના ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ ખુલ્યું છે, મામલતદારને ધ્યાનમાં આવ્યું કે, ગ્રામ પંચાયતે પાણી અને ભૂગર્ભના કનેક્શનો પણ આપી દીધા હતા. 10 વર્ષ બાદ કલેકટર અને તંત્રને કૌભાંડની જાણ થઈ હતી. કૌભાંડની જાણ થતા મકાન ધારકોને નોટિસ ફટકારાઈ છે, 15 દિવસમાં જમીન ખાલી કરી દેવા નોટિસ ઇશ્યૂ કરાઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે
