ભોપાલ,
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી અને ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર – પ્રસારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચુંટણીની વાત કરવામાં આવે તો, રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ પહેલેથી જ ફૂંકાઈ ચુક્યું છે. રાજ્યમાં ભાજપ દ્વારા યાત્રા પહેલેથી જ કાઢવામાં આવી રહી છે, ત્યારે મંગળવારથી ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓનો મહાકુંભ યોજાઈ રહ્યો છે.
पं. दीनदयाल उपाध्याय जी की जयंती के शुभ अवसर पर पीएम श्री नरेन्द्र मोदी एवं भाजपा राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह आज भोपाल, मध्य प्रदेश में 'कार्यकर्ता महाकुंभ' को संबोधित करेंगे। लाइव देखें https://t.co/vpP0MInUi4 और https://t.co/jtwD1z6SKE पर। pic.twitter.com/yaEkKwpbHh
— BJP (@BJP4India) September 25, 2018
મોદી-શાહ ફૂકશે ચૂંટણીનો શંખનાદ
આ મહારેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમજ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને ચૂંટણીનો શંખનાદ આપશે.
મહાકુંભમાં હાજર રહેશે ૧૦ લાખથી વધુ કાર્યકર્તાઓ

ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યક્રમમાં ૧૦ લાખથી વધુ પાર્ટીના કાર્યકર્તાઓ આવવાની સંભાવના છે. સભા સ્થળ સુધી પહોચવા માટે ૨૦ ગેટ બનાવવામાં આવ્યા છે, જ્યાં ૧૨૫ મેટલ ડિટેકટર ફ્રેમ લગાવવામાં આવી છે.
દુનિયાનું સૌથી મોટું રાજનૈતિક સમાગમ હોવાનો પાર્ટીએ કર્યો દાવો
ભારતીય જનતા પાર્ટીના પિતામહ કહેવાતા “પંડિત દીનદયાળ ઉપાધ્યાય”ની આજે જયંતી છે, ત્યારે ભોપાલના જમ્બુરી મેદાનમાં આયોજિત કરવામાં આવી રહેલા આ કાર્યક્રમને દુનિયાનું સૌથી મોટું રાજનૈતિક સમાગમ માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આ પાર્ટીઓના મહાકુંભ માટે “અટલ મહાકુંભ પરિસર” સજીને તૈયાર છે.
આ મહાકુંભ અંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉર્જાનો નવો એક સંચાર કરશે. વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૩માં પણ પાર્ટી દ્વારા મહાકુંભનું આયોજન કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારે હવે આ ચૂંટણી પહેલા પણ મહાકુંભની તૈયારીઓમાં લાગેલા છે.
