ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઈરસ સતત પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક પછી એક રાજકીય નેતા કોરોનાના સકંજા માં સપડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા નેતા કોરોનાનો કાળ બન્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાને કારણે મોત થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. આજે તેમને અંતિમ શ્વાસ લીધા છે. અત્રે નોધનીય છે કે, રેખાબેન પટેલ ઉમરેઠ તાલુકા ભાજપના મહિલા સંગઠનના નેતા હતા. અને સાથે થામણાના સરપંચ પણ હતા. છેલ્લા 7 દિવસથી હતા કોરોનાની સારવાર હેઠળ હતા. અને આજે તેમનું અચાનક મોત થયું છે.
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે,જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ નો આંકડો 2827 ને પાર પહોંચ્યો છે,જિલ્લામાં હાલ 70 દર્દીઓ એક્ટિવ કોવિડ ની સારવાર હેઠળ હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે,ત્યારે 17 જેટલા દર્દીઓ ના કોરોના એ ભોગ લીધો હોવાનો આંકડો સરકારી ચોપડે નોંધાયો છે,તેવામાં આણંદ ની વાસ્તવીક પરિસ્થિતિ ચિંતાજનક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવી શક્યતા વધી રહી છે!જિલ્લામાં ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલમાં તથા ટેસ્ટ અને સરકારી હોસ્પિટલમાં થતા કોવિડ રિપોર્ટ ના આંકડા અલગ અલગ પરિસ્થિતિ નું સર્જન કરતા નજરે પડી રહ્યા છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા માં આવેલ થામણા ગામ ના સરપંચ રેખાબેન પટેલ નું આજે વાસદ ખાતે આવેલ યુનિટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થવા પામ્યું છે,રેખાબેન નો hrct રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર અર્થે વાસદ ની યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે 7:30 વાગ્યા ના અરસા માં તેમને અંતિમ શ્વાસ લીધો હતો.રેખાબેન પટેલ ઉમરેઠના ભારતીય જનતા પાર્ટીના સંગઠન માં મહિલા પાંખ માં જવાબદારી સંભાળતા હતા,જે છેલ્લા 4 વર્ષ થી થામણા ગામ માં સરપંચ તરીકે સેવા આપી રહ્યા હતા.
ઉમરેઠ tdho અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે રેખાબેન પટેલ નો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો જે બાદ તેમની તબિયત નાદુરસ્ત લાગતા રેખાબેન એ ખાનગી હોસ્પિટલમાં hrct રીપોર્ટ કરાવ્યો હતો જેમાં સ્કોર 18/25 આવ્યો હતો જેથી તેમને શંકાસ્પદ કોવિડ ની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રેખાબેન ને બ્રેન સ્ટોક પણ આવ્યો હતો,જે ની સારવાર દરમિયાન તેમનું આજે અવસાન થવા પામ્યું હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
તો બીજી તરફ વાસદ યુનિટી હોસ્પિટલમાં સી.એમ.ઓ ડો હેતલ દવે ના જણાવ્યા અનુસાર રેખાબેન પટેલ 10 માર્ચ ના રોજ કોવિડ પોઝિટિવ આવતા વાસદ ખાતે સારવાર માટે દાખલ થયા હતા,જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં તેમને આઈ.સી.યુ માં સારવાર અર્થે રાખવા માં આવ્યા હતા,જ્યાં સારવાર દરમ્યાન રેખાબેન એ અંતિમ શ્વાસ લીધા હતા.સાથેજ રેખાબેન નો hrct રિપોર્ટ માં 18/25 નો સ્કોર આવ્યો હતો,અને તેમનું ઓક્સિજન લેવલ પણ 90 આસપાસ રહેતું હોવાની તેમણે જાણકારી આપી હતી, સમગ્ર પરિસ્થિતિ રેખાબેન કોવિડ પોઝિટિવ હોવાં તરફ ઈશારો કરી રહ્યુ છે,જે માં રેખાબેન ના મૃત્યુ સમયે તે એક્ટિવ કોવિડ દર્દી હોવાની જાણકારી પણ ડૉ હેતલ દવે એ આપી હતી.
ત્યારે થામણા ગામ ના સરપંચ રેખાબેન પટેલ નું મૃત્યુ તંત્ર દ્વારા કોવિડ માં ગણવામાં આવશે કે નોન કોવિડ માં તે એક સવાલ બની ગયો છે! આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી નો સંપર્ક કરવા માં આવ્યો ત્યારે ડૉ છારી એ જણાવ્યું હતું કે આ પ્રકાર ની પરિસ્થિતિ માં તંત્ર ની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે જે માં cdmo, tdmo, અને emo ના સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવે છે, હવે જોવું રહ્યું કે થામણા ગામ ના પ્રજાપ્રતિનિધિ રેખાબેન પટેલ નું મોત તંત્ર દ્વારા કોરોના માં ગણવામાં આવે છે કે પછી નોન કોવિડ ડેથ માં ગણવામાં આવે છે.હાલ રેખાબેન ના અવસાન ના સમાચારે સમગ્ર ગામ ને શોક મગ્ન બનાવ્યું છે અને ગામ તથા પરિવાર માં શોક નો માહોલ વ્યાપી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નોધાતા દૈનિક કોરોના કેસનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 810 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,78,207 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે અત્યાર સુધીમાં કુલ 4424 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 586 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 269361 છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4422 છે
